- સંગીત કલા ક્ષેત્રની વિવિધ સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ
- સમગ્ર શિક્ષા, અંતર્ગત વોકેશનલ વિષયમાં સ્કિલ કોમ્પિટીસનનું આયોજન
- ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલ અંગેનું માર્ગદર્શન
- આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ
- નવરાત્રીની ભવ્ય ઉજવણી
- ગણિત,વિજ્ઞાન પ્રદર્શનમાં સિદ્ધિ
- Student Health Checkup Camp
- Motivational Seminar for Teachers
- “સ્વયં શિક્ષકદિન” ની ઉલ્લાસભેર ઉજવણી
- “ફાયર સેફ્ટી મોકડ્રીલ” માર્ગદર્શન
- 78મા સ્વાતંત્ર્યદિનનીઉજવણી
- “ટ્રાફિક જાગૃતિ” કાર્યક્રમ
- ‘કારકિર્દી સેમિનાર-2024-25’
- “પ્રવેશોત્સવ 2024-25” ની ઉજવણી
- “અલૂણાંવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા”
- વર્ષ ૨૦૨૪-૨૫માટે ડિજિટલ EVM મશીન દ્વારા શાળા પ્રતિનિધિની ચૂંટણી
- “ગુરુ પૂર્ણિમા” પર્વની વિશિષ્ટ ઉજવણી
- શાળામાં મોટિવેશનલ સેમિનાર
- શાળાના વિદ્યાર્થીઓનું સુમુલ ડેરી અને બેંકની શૈક્ષણિક મુલાકાત
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 2023-24
- ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ 2023-24
- ધોરણ 10નું પરિણામ 2023-24
- ધોરણ 10નું પરિણામ 2021-22
- ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ 2021-22
- સ્માર્ટ ગર્લ કાર્યક્રમ
- ” FIT INDIA SCHOOL WEEK ” ની ઉજવણી
- આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી
- પ્રવેશોત્સવ-2021-22
- નવનિયુક્ત શિક્ષકોનું સત્કાર સમારોહ કાર્યક્રમ
- પોષણક્ષમ માસની ઉજવણી
- આઝાદી કા અમૃતોત્સવ
- કલા ઉત્સવ 2020
- “લવ યુ જિંદગી” વેબિનાર
- ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2019-20
- ધોરણ 10નું પરિણામ 2019-20
- ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ 2019-20
- વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
- ફિટ ઈન્ડિયા સાયકલ રેલી
- આરોગ્ય તપાસ
- ફન –ફેર (આનંદ મેળો)
- કલાકુંભની સ્પર્ધામાં બચકાણીવાળા શાળાની ઝોન ક્ક્ષાએ સિધ્ધિ
- મોટોવેશનલ કારકિર્દી સેમિનાર
- રાજ્યકક્ષાનું વિજ્ઞાન–ગણિત-પર્યાવરણ પ્રદર્શન
- ફાયર સેફ્ટી
- ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ
- ભારતીય બંધારણ દિવસની ઉજવણી
- ટકાઉ ઉર્જા જાગૃતિ કાર્યક્રમ
- શાળામાં ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ
- સંકુલકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં શાળાની સિદ્ધિ
- જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં બેવડી સિદ્ધિ
- ઈજનેરી કોલેજમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન
- શિક્ષકદિનની ઉજવણી
- રસ્સાખેંચ સ્પર્ધામાં સિદ્ધિ
- એન.એસ.એસ. અહેવાલ
- મહિલા સશકિતકરણ પખવાડિયાનો અહેવાલ
- વોલીબોલ રમતમાં શાળાની સિદ્ધિ
- કવીઝ કોમ્પિટિશન
- શિક્ષકની સિધ્ધિ
- મહિલા સશક્તિકરણની જાગૃતિ
- નેશનલ સાયન્સ સેમિનાર
- એક બાળ એક વૃક્ષ કાર્યક્રમનો અહેવાલ
- લાયન્સ ક્લબ ઓફ ખટોદરા આયોજિત અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
- શાળામાં વર્ષ 2019-20 માં શાળા પ્રતિનિધિની ચૂંટણી યોજાઇ
- Exotic Web Media Digital Channel દ્વારા આયોજીત અલુણા મહોત્સવ
- સેવા લાઈફ ટ્રસ્ટ દ્વારા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ
- POCSO ACT 2012 અને તેની શિક્ષાની જોગવાઇઓ સંદર્ભે વિદ્યાર્થોઓમાં જાગૃતિ
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 2018-19
- ધોરણ-૧૦ નું પરિણામ 2018-19
- ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ 2018-19
- પ્રખરતા શોધ કસોટીમાં સિદ્ધિ
- 30મો માર્ગ સલામતી સપ્તાહ
- ‘ગુડ ટચ બેડ ટચ’
- વિજ્ઞાન – ગણિત પ્રદર્શન 2018-19માં શાળાની સિદ્ધિ
- કેરલ રેલ રાહત ફંડ
- સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
- કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી
- શાળા સલામતી સપ્તાહની જોરદાર ઉજવણી
- શાળા સલામતી સપ્તાહ-2018 દિવસ પ્રમાણે સંક્ષિપ્ત નોંધ
- કલા-મહાકુંભની સિદ્ધિ
- શાળા પ્રતિનિધિની ચૂંટણી
- ધોરણ 12 સમાન્ય પ્રવાહ નું પરિણામ 2017-18
- ધોરણ-૧૦ નું પરિણામ 2017-18
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 2017-18
- વિશ્વ ચકલી દિવસની ઉજવણી
- રાષ્ટ્રીય વિજ્ઞાનદિન
- કાર્નિવલ...@ સોશિયલ નીડ્સ
- એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં શાળાની સિદ્ધિ
- SCOPA સુપર સ્પીકર સ્પર્ધા અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ
- વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
- 13મું રાજ્યકક્ષાનું વાર્ષિક અધિવેશન
- વાર્ષિક મહોત્સવ
- રાષ્ટ્રીય કક્ષાએ બચકાણીવાળા શાળાની સિદ્ધિ
- ઉ. મા. વિભાગના શિક્ષિકાએ મેળવી Ph.Dની પદવી
- બચકાણીવાળા વિદ્યામંદિરની રમત ગમત ક્ષેત્રે સિધ્ધી
સંગીત કલા ક્ષેત્રની વિવિધ સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ
તારીખ 25/ 11/2024 ના રોજ આચાર્યાશ્રી ચંદ્રિકાબેન પાઠકજી સ્મૃતિ સમિતિ અંતર્ગત અંબાબા પરિપત્ર હરીપરા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે સંગીત કલા ક્ષેત્રની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના 7 વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં લોકગીત સ્પર્ધામાં ચેવલી ઉત્સવી જે., સિંગાપુરી પાર્થવી, બાગડાવાળા પ્રિયાન્સીએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ મહેંદી સ્પર્ધામાં શેખ નશરા રફીકુદ્દીનએ બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
આ સિધ્ધિ માટે શાળાના ટ્રસ્ટીશ્રીઓ, એજ્યુકેશન ડિરેક્ટર ડૉ.રીટાબેન એન. ફુલવાલા, સુપરવાઇઝર શ્રીમતી હેમલત્તાબેન દોડીયા તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર શિક્ષા, અંતર્ગત વોકેશનલ વિષયમાં સ્કિલ કોમ્પિટીસનનું આયોજન
તા. 25/11/2024 ના રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ. બચકાણીવાલા વિદ્યામંદિર ખાતે ધો- 9 ના 16 અને ધો- 10 ના 25 વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા, ગાંધીનગર અંતર્ગત વોકેશનલ વિષયમાં સ્કિલ કોમ્પિટીસનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પાવર અને IT ને લાગતા ટોટલ 11 જેટલા પ્રોજેકટ મોડેલ તૈયાર કર્યા હતા. તેમજ એ તમામ પ્રોજેકટમાંથી નિર્ણાયક તરીકે પીયૂષભાઇ આહિર અને હીમાબેન પટેલે 3 વિજેતા નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટર ડૉ. રીટાબેન એન. ફુલવાળા, સૂપરવાઝર શ્રીમતી હેમલતાબેન દોઢિયાં તેમજ નોડલ ઓફિસર પ્રતિકભાઇ ત્રિવેદી એ સ્કિલ કોમ્પિટીસનમાં સમય આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલ અંગેનું માર્ગદર્શન
તા. 19/12/2024ના રોજ ખરવરનગર સ્થિત શેઠ શ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળામાં ફાયરની બેઝિક તેમજ પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મુગલીશરા, સુરત ખાતેથી સબ ઓફિસર શ્રી દીપકભાઈ એમ.બારોટ તેમજ તેમના સ્ટાફ સાથે શાળામાં હાજર રહી ફાયરની બેઝિક તેમજ પ્રેકટીકલ તાલીમ વિદ્યાર્થીઓને પણ ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું હતું.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ સી. આહિરે અને મહેશભાઇ ડી રાવળે કર્યું હતું.
શેઠશ્રી પી.એચ. બચકાણીવાળા વિદ્યામંદિરની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ
62 હજારવિદ્યાર્થીઓ સાથે “ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન ધરાવતી શાળા “સિટિ મોન્ટેસરી સ્કૂલ (CMS)” લખનૌ, ઉત્તરપ્રદેશ ખાતે તા. 3 જી ડિસેમ્બર થી 7 મી ડિસેમ્બર દરમ્યાન 25મુ “વિદ્યાર્થી ગુણવત્તા મંડળ આંતરરાષ્ટ્રીય સંમેલન” ICSQC યોજવામાં આવ્યું હતું, જેમાં ભારતનાં 13 રાજ્યો અને વિશ્વના 13 દેશોની 142 શાળાઓના વિદ્યાર્થીઓએ ગુણવત્તા આધારિત વિવિધ સ્પર્ધા જેવી કે, કેસ-સ્ટડી પ્રેઝન્ટેશન, કોલઝ મેકિંગ કોમ્પિટિશન, પોસ્ટર એન્ડ સ્લોગન કોમ્પિટિશન, સ્ટ્રીટ પ્લે (નુક્કડ નાટક), ક્વોલિટી ક્વિઝ કોમ્પિટિશન, કલ્ચરલ(ડાન્સ) જેવી કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં 28 જેટલા આંતરરાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ગુરુઓએ (Quality Gurus) વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉપરોક્ત સંમેલનમાં ખરવરનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર, સુરતના 21 વિદ્યાર્થીઓએ તથા 5 શિક્ષકો તથા 1 આચાર્યાએ ભાગ લીધો હતો. જે પૈકી કેસ-સ્ટડી પ્રેઝન્ટેશનમાં સ્ટ્રીમ A1 માં 10 ટીમોમાં પ્રથમ ક્રમે પ્રાથમિક વિભાગની ટીમ વિજેતા રહી હતી. માધ્યમિક વિભાગમાં કેસ-સ્ટડી પ્રેઝન્ટેશનમાં સ્ટ્રીમ A4 માં 14 ટીમોમાંથી Special Award ના વિજેતા રહ્યા હતા. કોલાઝ મેકિંગ કોમ્પોટીશનમાં 77 ટીમો વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો, નુક્કડ નાટક કોમ્પિટિશનમાં 15 ટીમો વચ્ચે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો. કલ્ચરલ ડાન્સ સ્પર્ધામાં 32 ટીમોમાંથી Special Award પ્રાપ્ત કરી શાળાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને વિશ્વ સ્તરે ગૌરવવંતી બનાવી હતી. શાળાના પ્રમુખશ્રી રાજનીકાંતભાઈ બચકાનીવાળા સાહેબે તથા શાળાના એજ્યુકેશન ડાયરેક્ટર ડૉ. રીટાબેન ફૂલવાળા, પ્રાથમિક વિભાગનાં આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં ઇન્ચાર્જ આચાર્યા શ્રીમતી હેમલતાબેન દોડીયાએ અને સમગ્ર શાળા પરિવારે વિજેતા તારલાઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં કોલાઝ મેકિંગ કોમ્પોટીશન માટે શાળાના શિક્ષક શ્રી મયૂરસિંહ આડમારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેસ-સ્ટડી પ્રેઝન્ટેશન કોમ્પીટીશનમાં ડૉ. રીટાબેન ફૂલવાળા, અનુજ્ઞાબેન ઘડિયાળી, તથા હીમાબેન પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નુક્કડ નાટક માટે ભુપેન્દ્ર દવે અને વૈભવભાઈ પરીખે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓને કેસ-સ્ટડીમાં આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી, શિક્ષિકા શ્રીમતી ધર્મીશા ખંભાતી અને શ્રીમતી ઉર્વીશા પારેખે માર્ગદર્શન પૂરું પાડી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિવિધ સ્પર્ધાનાં મેન્ટરોને પણ શાળા પરિવાર હ્રદયપૂર્વક અભિનંદન પાઠવે છે.
નવરાત્રીની ભવ્ય ઉજવણી
તા.08/10/2024 મંગળવારનાં રોજ ખરવનગર સ્થિત શેઠશ્રી પી.એચ. બચકાણીવાલા વિદ્યામંદિર અને ‘નવરંગ શેરી ગરબા’ના સંયુક્ત ઉપક્રમે અમારી શાળામાં નવરાત્રી નિમિત્તે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 09 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબાની રમઝટ માણી હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ આ આયોજનમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યું હતો. પોતાની સુંદર કલાની રજૂઆત બદલ નવરંગ શેરી ગરબા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું.
શાળાના ઇન્ચાર્જ આચાર્ય, તેમજ એજ્યુકેશન ડાયરેક્ટરે કાર્યક્રમને સફળ આયોજન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગણિત,વિજ્ઞાન પ્રદર્શનમાં સિદ્ધિ
તારીખ 04/10/2024ના રોજ GCERT ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરતના ઉપક્રમે SVS-4 કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન નું આયોજન આર. એન. નાયક હાઇસ્કુલ, ઉધના ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના વિદ્યાર્થીનીઓ રાણા વેદિકા હેમંતકુમાર (ધો-11 )અને રાણા ડેન્સી અજીતભાઈ (ધો- 11)એ ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકાશ્રી પટેલ નિરાલીબેન જશવંતભાઈના માર્ગદર્શન હેઠળ વિભાગ-5માં ”પુર એલર્ટ સિસ્ટમ” કૃતિ રજૂ કરી હતી જેમાં તેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય, એજ્યુકેશનલ ડિરેક્ટર, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ
તા. 04/10/2024 અને 05/10/2024 ના રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ. બચકાણીવાલા વિદ્યામંદિર ખાતે ધો- 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અલાયન્સ ક્લબ નિર્મલમ અને નિર્મલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સૌજન્યથી નિ:શુલ્ક બાળ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળરોગ ચિકિત્સક દ્વારા આંખ,દાંત અને સ્ત્રી રોગની સામાન્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ડૉ.મહિમા પટેલ (ગાયનેકોલોજીસ્ટ) ડૉ. ઉર્મિ રેશમ દલાલ (ડેન્ટિસ્ટ) ડૉ. નિલેશ ચૌહાણ (ફિઝિશિયન) દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની પ્રાથમિક માહિતી ખૂબ જ સરસ રીતે આપી હતી. આ મેડિકલ કેમ્પમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઇ.આચાર્યશ્રી પ્રવીણભાઈ જી. ચૌધરી તથા શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટર ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિરમાં શૈક્ષણિક સેમિનાર
તા. 1/10/ 2024 ના રોજ ખરવનગર સ્થિત શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે બાળભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ શિક્ષકો માટે એક શૈક્ષણિક મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ચિરાગભાઈ કાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શિક્ષકો વર્ગખંડમાં જીવંત વાતાવરણ તેમજ વિષય વસ્તુને રમૂજ સાથે અભ્યાસ કઈ રીતે કરાવી શકે તેની માહિતી ઉદાહરણ સહિત સમજાવી હતી. શિક્ષકવિદ્યાર્થીઓને દરરોજ એક નવી વાર્તા તેમજ સુવિચાર સાથે પ્રેરણાત્મક વાતો કરવી જોઈએ તે પણ સમજાવ્યું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ જી. ચૌધરી તથા શાળાના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“સ્વયં શિક્ષકદિન” ની ઉલ્લાસભેર ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરમાં તા.5/9/2024 ને ગુરૂવારના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. મા.વિભાગ તથા ઉ. માધ્યમિકના તમામ બાળકોએ ભાગ લઈ શિક્ષક બનીને પોતાનો એક અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. શિક્ષક બનેલા બાળકોએ પોતાના આખા દિવસના અનુભવને બધાની સાથે વાગોળી અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો. તમામ શિક્ષકની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ચા નાસ્તો કરાવી પર્વની રીતે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. શાળાના તમામ શિક્ષક મિત્રોએ પણ કાર્યક્રમને ઉજ્જવળ બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ શાળાના ઈ.આચાર્યશ્રી પ્રવીણભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ પણ શિક્ષક બનેલા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના સંસ્કૃત શિક્ષકશ્રી પ્રતિકભાઈ એન. ત્રિવેદીએ કર્યું હતું.
અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં આવી દરેક શિક્ષકોને સ્મૃતિભેટ,અલ્પાહાર આપી તેમનું સન્માન કર્યું હતું.
“ફાયર સેફ્ટી મોકડ્રીલ” દ્વારા માર્ગદર્શન
શાળા સલામતી નીતિ માર્ગદર્શિકા-2016 અંતર્ગત અમારી શાળા શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર,ઉધનામાં તા.13/08/24 ને મંગળવારના રોજ “ફાયર સેફટી મોકડ્રીલ” નું આયોજન કરવામાં આવેલ જેમાં ફાયર સેફટીનાં જવાબદાર વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીઓએ, શિક્ષકો અને સેવક ભાઇઓને Fire વગેરે જેવી કુદરતી – આપત્તિમાં કઈ રીતે વ્યવસ્થાપન કરવું તેમજ ફાયર સફટી નાં સાધનોનો ઉપયોગ કરી કઈ રીતે આગને કાબુમાં લઈ શકાય ને બચાવ પ્રવૃતિ થાય તે અંગેની સંપૂર્ણ માહિતી મોકડ્રીલ દ્વારા કરવામાં આવેલ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સેવકભાઈઓ જોડાયા હતા. તેમજ ઉત્સાહિત વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને Co2 અને ABC બોટલનો ઉપયોગ જાતે કરી અહેસાસ કરેલ કે આ સાધનોનો ઉપયોગ કઈ રીતે થાય છે. જે અંગેના ફોટોગ્રાફ આ સાથે સામેલ છે.
78મા સ્વાતંત્ર્યદિનનીઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં 78 મા સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. પરીશ્રી કાપડીયા એ ધ્વજવંદન કરી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું, તથા શાળાનાં એજ્યુકેશન ડાયરેક્ટર ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ ભારતીય ધ્વજનો સુવર્ણ ઇતિહાસ વિશે સંબોધન કર્યું હતું. શાળાના ટ્રસ્ટી શ્રીમતી અંજનાબેન બચકાણીવાળા તથા ડૉ. પંકજભાઈ ગાંધી તેમજ ગાયત્રી પરિવારના શ્રીમતી અંજનાબેન ઈંદોરવાળાએ આ પ્રસંગે શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી શ્રીમતી અંજનાબેન એ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓમાં સ્વાતંત્ર્ય માટેનો જુસ્સો વધાર્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ ગીત દેશભકિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દીપકભાઈ આહીર તથા સંચાલન શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા શિક્ષકશ્રી પિયુષભાઈ આહિરે કર્યું હતું. શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી, શાળાના સુપરવાઇઝર શ્રીમતી હેમલતાબેન દોડીયા તથા તમામ વિભાગના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીગણ શાળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
“ટ્રાફિક જાગૃતિ” કાર્યક્રમ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 21/06/24ને શુક્રવારના રોજ સુરત શહેર સંયુક્ત પોલીસની કચેરી અને ટ્રાફિક શાખા દ્વારા “ટ્રાફિક જાગૃતિ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે એસ.જી.ભુવા અને દિવ્યાબેન ગોહિલ (કોન્સ્ટેબલ) હાજર રહી ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ટ્રાફિક જાગૃતિ માટેની તૈયારી દર્શાવી હતી.
શાળાના ઇ.આચાર્યશ્રી પ્રવિણભાઇ ચૌધરી તથા E.D શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનુ સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી અરુણાબેન ગામીત અને શ્રીમતી પલ્લવીબેન ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
‘કારકિર્દી સેમિનાર-2024-25’
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે તા: 22/06/24 ને શનિવારના રોજ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે સુરત શહેરના પ્રખ્યાત CA Cochingના સ્થાપક શ્રી રવિ છાવછરીયા પધાર્યા હતા. આ કાર્યક્રમમા શ્રી રવિ છાવછરીયાએ ધો-11 કોમર્સના વિદ્યાર્થીઓને CA અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને CA ક્ષેત્રનું મહત્વ સમજાવ્યું હતું.
આ સંપૂર્ણ કાર્યક્રમનુ આયોજન ઇ.આચાર્યશ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા E.D શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષકશ્રી મહેશભાઇ રાવલ અને શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
“પ્રવેશોત્સવ 2024-25” ની ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે તા. 28/06/2024ને શુક્રવારના રોજ શાળામાં “પ્રવેશોત્સવ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે રાખવામા આવ્યો હતો. પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થિનીઓ દ્વારા નવા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના શિક્ષણ નિરીક્ષકશ્રી શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળાએ અને શાળાના ઈ.આચાર્યશ્રી પ્રવિણભાઈ ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને આવકાર્યા હતા. તેમજ પ્રેરણાત્મક વક્તવ્યથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઈ.આચાર્યશ્રી પ્રવિણભાઈ ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમનુ સંચાલન શિક્ષકશ્રી મયુરભાઈ આડમાર, શ્રી દીપકભાઈ આહીર, શ્રીમતી તોરલબેન વસાવા અને શ્રીમતી હિમાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
“અલૂણાંવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા”
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે તા. 23/7/24 મંગળવારના રોજ લાયન્સ ક્લબ ઓફ ખટોદરા સુરત દ્વારા અલૂણાં વ્રત નિમિત્તે મહેંદી,કેશગુંફન અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગની 60 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રવીણભાઈ ચૌધરી અને શિક્ષણ નિરીક્ષક ડૉ. રીટાબેન ફૂલવાળાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકમિત્રોએ ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમ અન્વયે લાયન્સ ક્લબના પ્રમુખશ્રી વિનોદભાઈ ચેવલી,ટ્રેઝરર શ્રી દિનેશભાઈ દોરીવાલા સેક્રેટરી શ્રી સંજયભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે મુખ્ય મહેમાનશ્રીના વરદ્દહસ્તે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયક મિત્રોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી હેમાબેન પી.કોરગાવકાર અને શ્રીમતી હિમાબેન ડી.પટેલે કર્યું હતું.
વર્ષ ૨૦૨૪-૨૫માટે ડિજિટલ EVM મશીન વડે શાળા પ્રતિનિધિની ચૂંટણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિર શાળામાં તા.૧૨/૦૭/૨૪ને શુક્રવારનાં રોજ વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૧૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તમામ ઉમેદવારોએ ચૂંટણી પહેલા દરેક વર્ગમાં જઈને પોતાનો પરિચય તેમજ શાળાકીય વિદ્યાર્થીઓનાં હિતોને સંલગ્ન કાર્યો કરવાની બાહેંધરી આપતા વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓને મત આપવા માટે આકર્ષિત કર્યા હતા. શાળાનો માહોલ ચૂંટણીનાં વાતાવરણથી ઉત્તેજીત થયો હતો. ચૂંટણી પહેલાં શાળાનાં વ્યાયામ શિક્ષકશ્રી દીપકભાઈ આહિરે વિદ્યાર્થીઓને ચૂંટણી અંગેની વ્યવસ્થિત માહિતી આપી હતી. શાળાનાં ઈ. આચાર્ય શ્રી પ્રવિણભાઈ જી. ચૌધરીએ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી ઉત્સાહિત કર્યા હતા.
અમારી શાળામાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી EVM મશીન દ્વારા ડિજિટલ માધ્યમથી સંપૂર્ણ પેપરલેસ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓને પોતાના વર્ગમાંથી કતારબદ્ધ પોતાના વર્ગશિક્ષકશ્રીની દોરવણીથી મતદાન મથક સુધી જઈને પોતાના અંગૂઠા પર શાહીનું નિશાન કરાવીને મતપત્રક લઈને યોગ્ય ઉમેદવારને મત આપ્યો હતો. શાળાનાં તમામ શિક્ષકમિત્રોએ તેઓને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે મુખ્ય ચૂંટણી કમિશ્નર, સમગ્ર ચૂંટણી કન્વીનર, સહાયક ચૂંટણી કન્વીનર, મત ગણતરી અધિકારી,પોલિંગ ઓફિસર્સ, શાળાની વ્યવસ્થા નિભાવીને સમગ્ર કાર્યક્રમને જવલંત સફળતા અપાવી હતી. આ સમગ્ર કાર્યક્રમના અંતે શાળાનાં જનરલ સેક્રેટરી (G.S) તરીકે પટેલ ચેરીશ પ્રથમ ક્રમ અને પટેલ હીર ઉપપ્રમુખ તરીકે અને બરોડાવાળા ધ્વની મંત્રી તરીકે વિજેતા જાહેર થયા હતા. ચૂંટાયેલા વિદ્યાર્થીને શાળાનાં ટ્રસ્ટીશ્રી, શાળાનાં એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા અને તમામ શિક્ષકમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.
“ગુરુ પૂર્ણિમા” પર્વની વિશિષ્ટ ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરમાં તા. 22/7/2024 ને સોમવારના રોજ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શાળાના સંસ્કૃત શિક્ષકશ્રી પ્રતિકભાઇ એન. ત્રિવેદી દ્વારા પાદુકા પૂજન, સરસ્વતી પૂજન તેમજ ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું. શાળાના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ ગુરુપૂર્ણિમા અંતર્ગત બોધકથા કહી બાળકોને જ્ઞાનથી તરબોળ કરી દીધા હતા. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરીએ પણ બાળકોને પ્રસંગોચિત ગુરુનું મહત્વ સમજાવી જીવનમાં પોતાના ઉદ્દેશોને સાર્થક કરવા માટે આગળ વધવાનો પાઠ શીખવાડ્યો હતો. તમામ ગુરૂજનોને બાળકો દ્વારા ગુરૂ પૂજન કરી સમગ્ર કાર્યક્રમને અનોખી રીતે ઉજવવામાં આવ્યો. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓએ શ્રીમદ્દ ભગવદ્ ગીતાના બારમાં અધ્યાયના મંત્રોનું સમૂહમાં ગાન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય તેમજ જ્ઞાનમય બનાવ્યું હતું.
શેઠશ્રી પી.એચ બચકાણીવાળા શાળામાં મોટિવેશનલ સેમિનાર
તા.30/07/2024 ના રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પીકર તરીકે પારૂલ યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. પવન દ્વિવેદીએ It’s not the destination, It’s the journey” વિષય અંતર્ગત વિદ્યાર્થીઓને ભવિષ્યના આયોજન માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેમાં તેમણે ભારતની સફળ વ્યક્તિઓના જીવન ચરિત્ર ની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા॰ શાળાના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફુલવાળા એ મહેમાનશ્રીનો પરિચય આપી સ્વાગત કર્યું હતું અને શાળાના ઇનચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી પિયુષભાઈ આહીર, શ્રી પ્રતિકભાઇ ત્રિવેદી, શ્રી સરમણભાઈ સોલંકીએ કર્યું હતું.
શેઠશ્રી પ્રા. હિ.બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ માટે
“સુમુલ ડેરી/બેંકની શૈક્ષણિક મુલાકાત”
સુરત સ્થિત સુમુલ ડેરી ખાતે તા. 8/7/24 ને સોમવારના રોજ શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ માટે ‘સુમુલ ડેરી ‘ની શૈક્ષણિક મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11 ના 50 જેટલા વિદ્યાર્થીઓએ સુમુલ ડેરીની મુલાકાત કરાવી હતી. વિદ્યાર્થીઓને સુમુલ ડેરી દૂધમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓની માહિતી પ્રાપ્ત થઈ હતી તેમજ દૂધથી બનેલ વસ્તુનો રસાસ્વાદ માણ્યો હતા. ત્યારબાદ સુરત સ્થિત રીંગરોડ ખાતે આવેલ યશ બેંકની પણ મુલાકાત લેવામાં આવી હતી.બેંકના મેનેજર દ્વારા વિદ્યાર્થીઓને ભાવભર્યો આવકાર આપ્યો હતો. યશ બેંકના સ્ટાફમિત્રોએ વિદ્યાર્થીઓને બેંકમાં થતી વિવિધ કામગીરી વિશે વ્યાવહારિક અને જાણવા યોગ્ય માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ બેન્ક વિશેની વિવિધ કામગીરી અંગે માહિતી પ્રાપ્ત કરી ભવિષ્યમાં તેના ઉપયોગ સંદર્ભે અવગત થયા હતા.
આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન માટે શાળાના ઈ. આચાર્યશ્રી પ્રવિણભાઈ ચૌધરીએ તથા E.D શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન શાળાના પ્રોગ્રામ ઓફિસર શ્રી દીપકભાઈ આહીર અને શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિર ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ
માર્ચ -2024 ગુ.મા.ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું અમારી શાળાનું પરિણામ 88.79% છે. જેમાં જાધવ પૂજા અનિલ જેણે 750 માંથી 707 ગુણ મેળવી 99.84 PR, A1 ગ્રેડ પ્રાપ્ત કરી 94.27% સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. રાણા ફેનિલ અનિલકુમાર જેણે 750 માંથી 699 ગુણ મેળવી 99.60 PR, A1 ગ્રેડ પ્રાપ્ત કરી 93.20% સાથે શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. પટેલ પ્રિયા નવીનકુમાર જેણે 700 માંથી 647 ગુણ મેળવી 99.54 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી 92.43% સાથે શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે ઉપરાંત, શાળામાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને તથા સામાન્ય પ્રવાહના સમગ્ર સ્ટાફને શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા, એજ્યુકેશનલ ડાયરેક્ટર ડૉ. રીટાબેન એન. ફૂલવાળા તથા ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
શેઠશ્રી પી. એચ. બચકાણીવાલા વિદ્યામંદિરનું
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ
માર્ચ -2024 ગુ.મા.ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું શાળાનું પરિણામ 95.00% છે. જેમાં પંડિત ક્રિષ્ના જીગ્નેશકુમાર 650 માથી 576 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. સિલોત્રા રાહુલ ધર્મેશભાઈ 650 માંથી 557 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પટેલ શુભ ગોવિંદભાઇ 700 માંથી 594 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તમામ વિદ્યાર્થીઑને તથા વિજ્ઞાન પ્રવાહના સમગ્ર સ્ટાફને શાળાના પ્રમુખશ્રી રાજનીકાંતભાઈ બચકાણીવાળા, એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા, ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ જી. ચૌધરી તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે .
શેઠશ્રી પી. એચ. બચકાણીવાલા વિદ્યામંદિરનું ધોરણ 10 નું ઝળહળતું પરિણામ
માર્ચ – 2024 ગુ.મા.ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું અમારી શાળાનું પરિણામ 96.26% આવ્યું છે. જેમાં રાણા ઈશિકાબેન કનૈયાલાલ કે જેણે 600 માંથી 585 ગુણ મેળવી 99.96 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. માવાપુરી નીલ વિશાલ જેણે 600 માંથી 578 ગુણ મેળવી 99.80 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. ખલાસી વૈશ્વિક કપિલ જેણે 600 માંથી 571 ગુણ મેળવી 99.47 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત, 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તમામ વિદ્યાર્થીઓને તથા સમગ્ર સ્ટાફને શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા , એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા, ટ્રસ્ટીગણ, ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે તમામ વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.
સ્માર્ટ ગર્લ કાર્યક્રમ
ખરવર નગર સ્થિત અમારી શાળા શેઠ શ્રી પી.એચ. બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 02/12/2021 ને ગુરુવાર થી તા.04/12/2021 ને શનિવાર દરમિયાન “સ્માર્ટ ગર્લ કાર્યક્રમ “ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધો.9 થી 12 ની વિધાર્થીનીઓનાં 7 વર્કશોપમાં 600થી વધુ વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય શિક્ષા, સામાજિક પડકારનો સામનો, ભવિષ્યનાં સબંધો માટેની સમજ, સ્વ-જાગરૂકતા અને આત્મ સન્માન કેળવવું, ખોટા પ્રલોભનોથી દૂર રહેવું. ખતરાથી લાચાર ન બનવું વગેરે જેવા મુદ્દાઓ પર ઓડિયો-વિડીયો વિઝ્યુઅલ દ્વ્રારા ભારતીય જૈન સંગઠનનાં રુચિ હર્ષ, મંજુલા મિનલ અને નમ્રતા શંકા દ્વારા વિદ્યાર્થીનીઓને જરુરી મુદ્દાઓ પર યોગ્ય માર્ગદર્શન આપ્યું.
આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ પણ ભાગ લીધો હતો અને શાળનાં આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ વાલીશ્રીને યુવા પેઢીને સમજવાનો અવસર, બેટીની જરુરીયાતોની ઓળખ પોતાની દીકરીઓની કમજોરીઓ અને વિશ્વાસપાત્ર પારિવારિક વાતાવારણનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં મદદનીશ શિક્ષક શ્રીમતી ડૉ. અલ્પાબેન ટંડેલ અને શ્રીમતી હેમલતાબેન ડોડીયાએ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાનાં પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાનીવાળા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહીને નારી શક્તિનું સન્માન વધાર્યું હતું. કાર્યક્રમને અંતે શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફુલવાળાએ શાળનાં વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
” FIT INDIA SCHOOL WEEK ” ની ઉજવણી
“આઝાદી કા અમૃત મહોત્સવ” ભારત સરકારના પત્રથી રાજ્યની શાળાઓમાં “FIT INDIA SCHOOL WEEK ” ની ઉજવણી અંતર્ગત ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર શાળામાં તા.6/12/21 ને સોમવારથી તા.11/12/21 શનિવાર દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી ઉપરોક્ત શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
“ હમ ફીટ તો ભારત ફીટ,
ન્યુ ઈન્ડિયા, ફીટ ઈન્ડિયા.”
તંદુરસ્ત એટલે ફ્ક્ત શરીરથી જ નહિ.પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. આજના સમયમાં મોબાઈલ કે કોઈ ટેક્નોલૉજી ઉપયોગી નથી પરંતુ આજે સ્વસ્થ રહેવા માટે યોગ, કસરત તેમજ જુદી- જુદી રમતો પણ ઉપયોગી છે. તેથીજ કહેવાયું છે કે
“ પહેલું સુખ તે જાતે નર્યા”
તા. 6/12/21 ને સોમવારના રોજ લંગડીકૂદ તથા દોરડાકૂદની રમતો રમાડવામાં આવી હતી. જેમાં લંગડીકૂદની રમતમાં 115 વિદ્યાર્થીઓ અને દોરડાકૂદની રમતમાં 85 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તા. 7/12/21 ને મંગળવારના રોજ યોગનું મહત્વ સમજાવી 155 વિદ્યાર્થીઓ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.
તા.8/12/21 ને બુધવારના રોજ કબડ્ડીમાં 60 વિદ્યાર્થીઓ જોડાયા હતા.
તા. 9/12/21 ને ગુરુવારનારોજ આપણા શરીરને વિદ્યાર્થીઓ કસરતમાં જોડાયા હતા.
તા. 10/12/21 ને શુક્રવારના રોજ ““FIT INDIA SCHOOL WEEK ” અંતર્ગત નિબંધ,વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તા. 11/12/21 ને શનિવારના રોજ શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે સૂર્યનમસ્કાર કરાવવામાં આવ્યા હતા. જેમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા ફિટ ઈન્ડિયા અંતર્ગત 900 વિદ્યાર્થીઓએ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
“FIT INDIA SCHOOL WEEK” અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ બાળકોને તંદુરસ્તીનું મહત્વ અને જીવનમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી કેવી રીતે ઉપયોગી છે તે સમજાવ્યું હતું. તે ઉપરાંત શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ પાસે ફીટ રહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકો સાથે મળી યોગ, કસરત,ખોરાક તેમજ શરીરને ફીટ રાખવા માટેની ચર્ચા કરી “FIT INDIA SCHOOL WEEK” ની ઉત્સાહભેર ઉજવણી કરાવવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા:- 03/09/2021 શુક્રવાર થી તા:- 07/09/2021 મંગળવાર દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22” અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે શાળામાં પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, શહિદ સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, Covid -19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા“ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહિદ સૈનિકોનાં દરેક પરિવારોને રૂ.૧૧૦૦૦/- નો ચેક, રૂ ૨૦૦૦/- ની ગોલ્ડન પ્લેટેડ નોટ, સાડી, ડ્રેસ મટીરિયલ્સ, બાળકો માટે શૈક્ષણિક કીટ, N-95 માસ્ક શાળા તથા જુદાજુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ covid-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીશ્રીઓ અને ખરવરનગર વિસ્તારના 18 થી વધુ વય ધરાવતા ૬૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ રસીનો લાભ લીધો હતો તેમજ આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડૉ.ઋષભ દાણેજે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી તમામને covid-19 ની ગાઈડલાઇન સમજાવી હતી, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમીનેટેડ કેલેન્ડર, સાડી તથા પુષ્પ વડે સન્માનીત કર્યા હતા. વિવિધ કાર્યક્રમો દરમ્યાન અતિથિઓ તેમજ શાળાના સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા પણ રાખવામા આવી હતી. વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીમતી સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય લીંબાયત , સુરત ) મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાનજીભાઈ ભાલાળા (ચેરમેન ધી. વરાછા. કો.ઓ.બેંક લિમિટેડ), ડૉ. લતીકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉ. બી કે. સુનિતાદીદી અને બી કે. હેતલદીદી C.R.C શ્રી વિલાસભાઈ તાંબે, વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત લાયન્સક્લબ ના પ્રમુખશ્રી હિતેશભાઇ દીવાસળીવાળા, અલાયન્સ ક્લબના પ્રમુખશ્રી રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી કાર્યક્રમોને દીપાવ્યા હતા. તેમજ દરેક અતિથિઓને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલ્વીપત્રનો છોડ આપીને તેમનું અભિવાદન કર્યું હતું. તથા શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા, ટ્રસ્ટીશ્રીઓ નિર્મલભાઈ વખારિયા, હર્ષદભાઈ રૂઘનાથવાળા, પ્રવિણભાઈ જરીવાલા, અશોકભાઈ જરીવાળા તથા શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાલા તેમજ પ્રા.વિ આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરી, શ્રીપિયુષભાઈ આહીર, શ્રીમયુરભાઈ આડમાર અને શ્રી દીપકભાઈ આહીર તથા શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પ્રવેશોત્સવ-2021-22
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા: 03/09/2021 ને શુક્રવારના રોજ પ્રવેશોત્સવ 2021/22 નું આયોજન કરવામાં આવાયું હતું. જેમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દફતર તથા શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ જીવનમાં આવેલી તકનો ઉપયોગ કરવાની સમજણ આપી હતી તેમજ જે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નથી મળી શક્યો તેને યાદ કરી વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાવિહાર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી રજનીકાંતભાઈ એસ. બચકાણીવાળા તથા માનદ્દમંત્રીશ્રી પ્રવીણચંદ્ર પી. જરીવાલા એ હાજર રહીને વિદ્યાર્થીઓને તથા શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા.
નવનિયુક્ત શિક્ષકોનું સત્કાર સમારોહ કાર્યક્રમ
સુરત ખરવરનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં વર્ષ 2021-22 માં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માનનીય સરકારશ્રી દ્વારા નવનિયુક્ત પામેલા શિક્ષણ સહાયકોનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવનિયુક્ત પામેલા શિક્ષકોનો શાળાના ટ્રસ્ટીઓએ પરિચય મેળવ્યો હતો. શાળાનાં ટ્રસ્ટીશ્રીઓ દ્વારા શિક્ષણ સહાયકોને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમના અને શાળાના ટ્રસ્ટીમંડળના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા તથા માનદ્દમંત્રીશ્રી પ્રવીણભાઈ જરીવાળાએ કાર્યક્રમમાં હાજરી આપીને શાળાના કર્મચારી ગણને “શ્રીમદ્દ ભાગવત ગીતા” આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ નવનિયુક્ત પામેલ શિક્ષકોને શાળાના ટ્રસ્ટીમંડળ તથા અન્ય કર્મચારીગણ સાથે પરિચય કરાવ્યો હતો તથા શાળાની વિવિધ ઉપલબ્ધિઓ વિષે માહિતીઓ આપી હતી. નવનિયુક્ત શિક્ષકમિત્રોએ શાળાને વધુને વધુ ઊંચાઈ પર લઈ જવા માટેનાં સંનિષ્ઠ પ્રયાસો અને ખૂબજ નિષ્ઠાપૂર્વક સમયપાલન સાથે પોતાની ફરજ બજાવવાની બાહેંધરી ટ્રસ્ટીમંડળ તથા આચાર્યાશ્રીને આપી હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મમતાબેન શાહે કર્યું હતું.
આઝાદી કા અમૃતોત્સવ પર્વની શાનદાર ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 15-08-21ને રવિવારના રોજ 75 મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓમાં વિદ્યાવિહાર ટ્રસ્ટના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા તેમજ માનદ્દમંત્રીશ્રી પ્રવિણભાઈ જરીવાળા સાહેબ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જુદી-જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં નૃત્ય, દેશભકિત ગીત, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા તેમજ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રિદ્ધિશ ભૂતવાલાએ શુટિંગ બોલ સ્પર્ધામાં રાજ્યક્ક્ષાએ પ્રથમ ક્રમ તેમજ પાવર લિફટીંગ સ્પર્ધામાં બોરાડે દિવ્યેશે રાષ્ટ્ર ક્ક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેઓનું મુખ્ય મહેમાનશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું સમગ્ર આયોજન શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન.ફૂલવાળાએ કર્યું હતું. શાળામાં પધારનાર મુખ્ય મહેમાન શ્રીમતી સંગીતાબેન પાટીલ, શાળાના આચાર્યા તથા ટ્રસ્ટીશ્રીઓએ સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરીએ કર્યું હતું.
જિલ્લા, ઝોન તથા રાજ્ય કક્ષાએ બચકાનીવાળા શાળાની સિદ્ધિ
NCERT દ્વારા આયોજિત કલા ઉત્સવ 2020 ની વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ હતી, જે પૈકી ખરવરનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું. જે અંતર્ગત વિઝ્યુલ આર્ટ (3D) શિલ્પમુર્તિ વિભાગમાં “ભાવસાર વિવેક પી. ધો.-12” જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
વિઝ્યુલ આર્ટ (2D) ચિત્ર વિભાગમાં અમારી શાળાની વિદ્યાર્થિની “મહુવાગરા વૈભવી આર. ધો.-12” જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહી હતી, અને કલા-ઉત્સવ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાના છ જિલ્લાઓની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહી રાજ્ય કક્ષાએ દક્ષિણ ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત વર્ચુયલ શાળા સંદર્ભે દર શનિવારે લેવાતી હોમ લર્નિંગ પરીક્ષામાં સમગ્ર ગુજરાત માં વિદ્યાર્થીઓએ પૈકી શાળાની ધો.-9 ની વિદ્યાર્થિનીઓ “હેમાંગી દિલીપભાઇ પટેલ” અને “શિવાની ગુણવંતભાઈ પટેલ” તેમજ શાળાનો ધો.-10 નો વિદ્યાર્થી “દેવીશ બિપિનચંદ્ર જરીવાલા” ગણિત વિષયમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ 10 વિદ્યાર્થીઓમાં સામેલ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત ગૌરવ દિન-2020 ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની કાવ્યલેખન સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિની “શાહ વિધિ એચ. ધો-12” તૃતીય ક્રમે વિજેતા થઈ રોકડ પુરસ્કાર રૂપિયા 5000/- મેળવેલ હતા.
આ તમામ વિજેતા વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્યા ડૉ. રીટાબેન ફૂલવાળા, શાળાના પ્રમુખશ્રી નિર્મળભાઈ વખારિયા સાહેબ અને શાળા-પરિવાર દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
“લવ યુ જિંદગી” વેબિનાર
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાનીવાળા વિદ્યામંદિરમાં તા. 18/07/2020 તથા 19/07/2020 ના રોજ કોરોના જાગૃતિ અંતર્ગત વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનું સંપૂર્ણ સંચાલન અમારી શાળાના મનોવૈજ્ઞાનિક શિક્ષકશ્રી નિરજભાઈ નાયકે કર્યું હતું. જેમાં “લવ યુ જિંદગી” થીમ અંતર્ગત વાલીઓને કોરોના જાગૃતિ તથા જીવનનું મૂલ્ય વિશે સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે કોરોનાને હરાવવા જીવન ઉપયોગી ઉપચારો,મનની શાંતિ માટેના ઉપાયો, સાવચેતી તથા સલામતી માટેની માહિતી પૂરી પડી હતી. શાળાના આચાર્યા ડૉ.રીટાબેન ફૂલવાળા તથા ટ્રસ્ટી મંડળ દ્વારા આ વેબીનારને આયોજીત કરવામાં આવ્યો હતો આચાર્યશ્રી દ્વારા વલિમિત્રોને કોરોના મહામારી અંતર્ગત જરૂરી સૂચનો આપવામાં આવેલ હતા. આ વેબિનારમાં ધો.9 થી 12 ના 600 જેટલા વાલીઓએ તથા સંપૂર્ણ માધ્યમિક તથા ઉ.મા. વિભાગના શિક્ષકોએ ભાગ લીધો હતો.
ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2019-20
માર્ચ-2020માં ગુ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું અમારી શાળાનું પરિણામ 82.59% આવેલ છે. લાલવાલા વિનય મનોજકુમાર 750 માંથી 704 (93.87%) ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ, બારડોલીયા જેનીશ જયેશકુમાર 750 માંથી 699 (93.20%) ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં દ્વિતીય, ચેવલી મોનીષ રાકેશકુમાર 750 માંથી 681 (90.80%) ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓ આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા, ટ્રસ્ટીશ્રી તથા આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
ધોરણ 10નું પરિણામ 2019-20
માર્ચ -2020માં ગુ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10 ની પરીક્ષાનું અમારી શાળાનું પરિણામ 73.51% આવેલ છે. સાડીસાતસોવાળા દેવ કિરીટકુમાર 600 માંથી 542(90.33%) ગુણ સાથે શાળામાં પ્રથમ, રંગૂનવાલા જય મુકેશભાઇ 600 માંથી 519(86.50%) ગુણ સાથે દ્વિતીય, ઘીચાટુ મીત નરેશકુમાર 600 માંથી 508(84.67%) ગુણ સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ
માર્ચ -2020માં ગુ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ઉધના વિસ્તારનું પરિણામ 61.69% અને અમારી શાળાનું પરિણામ 67.11% આવેલ છે. દાળિયા ઈશા 700 માંથી 576(82.29%) ગુણ સાથે શાળામાં પ્રથમ, વછિયાત કૃશાંગ આર. 650 માંથી 534(82.15%) ગુણ સાથે દ્વિતીય, મેઘાવાળા રાજવી જીગ્નેશકુમાર 700 માંથી 549(78.43%) ગુણ સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા 1 ડિસેમ્બર 2019 નાં રોજ ‘વિશ્વ એઇડ્સ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી.
શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર માં શાળાનાં નિરીક્ષકશ્રી પુષ્પાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી નીરાજભાઈ નાયક (psychology) એ શાળાનાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા અન્ય વિદ્યાર્થીઓને એઇડ્સ જેવા ભયંકર રોગ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપી એ રોગથી બચવા માટે કઈ કઈ કાળજી લેવાની રહે તેના વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વમાં ઝડપથી ફેલાતો રોગ મનુષ્ય જાતિ માટે કેટલો જોખમકારક છે અને આ રોગથી મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. આ રોગની ભયંકરતા વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપી આ રોગથી વિદ્યાર્થીઓ સાવચેત રહે તે માટે માહિતગાર કર્યા હતા. એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ આ અગત્યની માહિતી અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાનાં નિરીક્ષકશ્રી પુષ્પાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહમાનોનો આભાર વ્યક્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી દીપકભાઈ આહીર તથા જયેશકુમાર મહિડા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“ફિટ ઈન્ડિયા સાયકલ રેલી”
વિદ્યા વિહાર ટ્રસ્ટ સંચાલિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા.18-01-2020 ને શનિવારના રોજ એન.એસ.એસ પ્રવૃત્તિ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.29-08-2019 ના રોજ દેશવ્યાપી સ્તરે “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” ના ભાગરૂપે અમારી શાળાના એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા તા. 18-1-2020ને શનિવારના રોજ “ફિટ ઈન્ડિયા સાયકલ રેલી” નું આયોજન કરવામાં આવ્યું હતું.
“ફિટ ઈન્ડિયા સાયકલ રેલી” અંતર્ગત 5 કિમી. સુધીનું સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું ઉદ્દઘાટન કરવા ઉધના વિસ્તારના માજી કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ જરીવાલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે રેલીને લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં સ્વયંસેવકો દ્વારા લોકોમાં ફિટનેસ જાગૃતિ આવે તેવા બેનર્સ, સ્લોગન સાથે ખરવરનગરની વિવિધ શેરીઓમાં જઈને લોકજાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેની સાથે પદયાત્રા, મેરેથોન દોડ, જાગૃતિ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ આવી શકે તે માટે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી દીપકભાઈ આહીર, જયેશકુમાર મહિડા અને શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ ચૌધરી, પિયુષભાઈ પટેલ તેમજ અન્ય શિક્ષકગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.
આરોગ્ય તપાસ
‘વિદ્યા વિહાર ટ્રસ્ટ’ સંચાલિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 09/01/2020ને ગુરુવારના રોજ એન.એસ.એસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાટે મેડિકલ ચેક-અપ અંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શાળામાં કાર્યરત N.S.S ના પ્રોગ્રામ ઓફિસર શ્રી દીપકભાઈ આહીર તથા શ્રી જયેશભાઇ મહિડા દ્વ્રારા કરવામાં આવ્યું હતું. અમારી શાળામાં ધોરણ 9 થી 12 સુધીના દરેક વિધાર્થીઓની તંદુરસ્તીને ધ્યાનમાં લઈ આરોગ્ય તપાસ કરાવવામાં આવી હતી. ડૉ. તથા એમની ટીમ દ્વારા સર્વે બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીને ચિકિત્સા કરાવવા માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ વ્યવસ્થિત અને શાન્તિપૂર્વક પૂર્ણ કરવા માટે N.S.S. ના સ્વયંસેવકો પોતાની ફરજ નિભાવી હતી.
શાળાના આચાર્યાશ્રી ડૉ. રીટાબેન ફૂલવાળા દ્વારા ડૉક્ટરની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફન –ફેર (આનંદ મેળો)
‘ વિદ્યાવિહાર ટ્રસ્ટ ’ સંચાલિત શેઠશ્રી પી.એચ.બચકાનીવાળા વિદ્યામંદિરમાં તા. 7-1-2020 ને મંગળવારના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ ‘ આનંદ મેળાનો’ આનંદ લીધો હતો.
ખરવરનગર સ્થિત અમારી શાળામાં સુંદર અને ભાગ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ આ મેળામાં પોતાના વિવિધ સ્ટોલ મૂકી અલગ – અલગ ખાવાની વાનગીઓ બનાવીને લાવ્યા હતા. આજ શાળામાં કાર્યરત N.S.S.યુનિટના સ્વયંસેવકોએ પણ પોતાના સ્ટોલ મૂકી આનંદ મેળાનો લાભ લીધો હતો. તદ્દપરાંત શાળા કેમ્પસમાં ગંદકી ન ફેલાય અને કચરો ન પડે તેની પણ આ સ્વયંસેવકો કાળજી લઈ સ્વચ્છતાનો સંપૂર્ણ ખ્યાલ રાખ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલ 30 સ્ટોલ ખોલવામાં આવ્યા હતા. જેમાં કોકો, બ્રેડ પકોડા,ફ્રૂટસલાડ ભેલ વગેરે વાનગીઑ લાવીને આ આનંદ મેળાની વાનગીની મિજબાની માણી હતી.
શાળાના આચાર્યાશ્રી ડૉ. રીટાબેન ફૂલવાળાના માર્ગદર્શન હેઠળ આ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળાના આયોજન અંગે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી દિપકભાઇ આહીર તથા જયેશભાઇ મહિડા તથા અન્ય શિક્ષકોએ આ આનંદ મેળાના પ્રસંગને શાંતિપૂર્વક સમાપ્ત થાય તે અંગે પૂરતું ધ્યાન આપી પોતાની ફરજ પુરી કરી હતી.
કલાકુંભની સ્પર્ધામાં બચકાણીવાળા શાળાની ઝોન ક્ક્ષાએ સિધ્ધિ
વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા વિષયક સુષુપ્ત શકિત ખિલવવાના હેતુસર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કલાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના માધ્યમિક તથા ઉ.મા.વિભાગના વિદ્યાર્થીઓએ સુધી શહેરની ઝોન ક્ક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જે પૈકી વકતૃત્વ સ્પર્ધામાં શાહ વૈશાલી નવરત્નભાઈ ધો – 11-A પ્રથમક્રમે વિજેતા રહ્યા. ચિત્ર સ્પર્ધામાં મહુવાગરા વૈભવી રાકેશકુમાર ધો:11-A પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા છે, તબલાવાદન સ્પર્ધામાં જરીવાળા નિલ ધર્મેશભાઈ ધો-12-A પ્રથમ ક્રમે રહ્યા, હારમોનિયમવાદન જરીવાળા સોલંકી યોગેશ અરશીભાઈ 9-A વિજેતા રહ્યા, ભજન સ્પર્ધામાં પરમાર વૈશાલી જયંતિભાઈ ધોરણ 9-A પ્રથમ ક્રમે વિજેતા રહ્યા, સમૂહગીત સ્પર્ધામાં મિસ્ત્રી સૃષ્ટિ દિવ્યેશકુમાર, ભરૂચા રિધ્ધિ કિરીટભાઇ, ઉધનાવાળા હની ઉમેશભાઈ, પટેલ હેત્વી દિનેશભાઇ, મન્યાર ઈરમ અમિતભાઈ, શર્મા પ્રિયંકા મુકલેશભાઇ, રાણા રાજવી જયેશભાઇ, જરીવાળા ધ્રુતી ઉપેન્દ્રભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહી શાળાને ગૌરવ અપાવ્યું છે. જેમને આ સિધ્ધિ બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન.ફૂલવાળા તથા શાળાના ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે વિજેતા તારલાઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મયુરભાઈ આડમારે કર્યું હતું. આ વિજેતાઓ અગાઉની જિલ્લા ક્ક્ષાની સ્પર્ધામાં શાળા તથા સંકુલનું પ્રતિનિધત્વ કરશે.
શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે મોટીવેશનલ અને કારકિર્દી સેમિનાર યોજાયો…
તા. 4/2/2020ના રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ‘ શિક્ષણ સર્વદા ’ ના સંપાદક શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ તથા આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળાના અધ્યક્ષસ્થાને ધો- 11,12 વિજ્ઞાનપ્રવાહ તથા ધો. -12 વાણિજ્યપ્રવાહના સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત શ્રી જયેશભાઇ બ્રહ્મભટ્ટએ વિદ્યાર્થી.ઓને આગામી બોર્ડની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરીને ભવિષ્યમાં વિસ્તરતી ક્ષિતિજો અંગે રસપ્રદ માહિતી આપીને Audio Visual presentation દ્વારા દિશાસૂચન કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી ધર્મેશભાઈ ટેલરે કર્યું હતું.
રાજ્યકક્ષાનું વિજ્ઞાન–ગણિત-પર્યાવરણ પ્રદર્શન
47મું રાજ્યકક્ષાનું ડૉ. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન આદીપુર,પાલિતાણા મુકામે 1 થી 4 ડિસેમ્બર 2019 દરમિયાન યોજાયું હતું જેમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરે પણ વિભાગ – 4માં ‘3-D પ્રિન્ટર ’ કૃતિ રજુ કરી સુરત જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં અમારી શાળાનાં ધોરણ – 12 નાં વિદ્યાર્થીઓ લેખડીયા પાર્થ અને બારડોલીયા નીલ દ્વારા આ કૃતિ પ્રદર્શિત કરાય હતી અને રાજ્ય ક્ક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
આ કૃતિ માં માર્ગદર્શન શાળાનાં વિજ્ઞાન શિક્ષક શ્રી પિયુષભાઈ એન. આહીર દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ રીટાબેન ફૂલવાળાએ તમામ ક્ક્ષાએ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સમગ્ર શાળા પરિવાર વતી ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમાં સમગ્ર રાજ્યમાંથી લગભગ 370 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ફાયર સેફ્ટી અહેવાલ
અમારી શાળા શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત તા-24/09/2019 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોમ્બે ફાયરના અધિકારી શ્રી સુરેશકુમાર મુક્તા દ્વારા ‘ફાયર સેફટી’ અંગે 250 વિધાર્થીઓને આગથી બચવા માટે સરળતાથી તેમજ પ્રાયોગિક રૂપે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઈ સમજ કેળવી હતી.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ વિધાર્થીઓને કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દીપકભાઈ આહીર તથા ગ્રંથપાલશ્રી રૂપસસિંહભાઈ ચોધરીએ કર્યું હતું.
ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ
ખરવરનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાનીવાળા વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “ટ્રાફિક અવેરનેશ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિધાર્થીઓ શાળાના મેદાનથી સરઘસ આકારે હાથમાં બેનર લઈ સૂત્રો પોકારી લોકોને ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું. ખરવરનગર જંકશન ખાતે ઊભા રહી હેલ્મેટ પહેરેલ વ્યક્તિઓને ગુલાબનું ફૂલ આપી સન્માનીત કર્યા હતા અને ન પહેરેલ વ્યક્તિઓને હેલ્મેટની અગત્યતા તથા જીવલેણ સાબિત થાય છે તે અંગે સમજ આપી હતી. તે ઉપરાંત જીવન કેટલું અમૂલ્ય છે તથા સ્વજનો ઘરે રાહ જોઈ છે જેવી વાતો કરી બીજીવાર હેલ્મેટ પહેરવાના શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં સેવા લાઈફ એન.જી.ઓ તથા ટ્રાફિક વિભાગના અધિકારી શાળાના ટ્રસ્ટીશ્રી શાળાના આચાર્ય શ્રીમતિ ડૉ.રીટાબેન એન.ફુલવાળા ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ નું આયોજન પ્રોગ્રામ ઓફિસર શ્રી દિપકભાઈ આહિર તથા જયેશભાઇ મહિડા એ કર્યું હતું.
ભારતીય બંધારણ દિવસની ઉજવણી
તા.26/11/2019 ના રોજ ખરવરનગર સ્થિત પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે “ભારતીય બંધારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરીએ બાળકોને ભારતીય બંધારણ વિશે માહિતગાર કાર્ય હતા તથા શાળાના અન્ય શિક્ષકશ્રી ડૉ. પિયુષભાઈ પટેલ એ બાળકોને ભારતીય બંધારણ દિવસ વિશે બંધારણ એટલે શું ? ,હકો , ફરજો, બંધારણ ઘડતર, લક્ષણો, અત્યાર સુધી થયેલા બંધારણના સુધારા વગેરે જેવી બાબતો વિશે સંપૂર્ણ માહિતી આપી બાળકોને માહિતગાર કર્યા હતા.
શાળાના શિક્ષકશ્રી પ્રતિકભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.
ટકાઉ ઉર્જા જાગૃતિ કાર્યક્રમ
તા. 26/11/19 નાં રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરતનાં સંયુક્ત ઉપક્રમે અને બાળ ઉર્જા રક્ષક દળ તથા ગુજકોસ્ટ સાયન્સ ક્લબ દ્વારા ‘ટકાઉ ઉર્જા જાગૃતિ ’ કાર્યક્રમનુ આયોજન થયું હતું જેમાં જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રનાં તજજ્ઞ શ્રી અમિતભાઈ જરીવાલા દ્વારા ઉર્જા જાગૃતિ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાનાં વિજ્ઞાન શિક્ષકો શ્રી પીયૂષભાઈ આહિર, શ્રીમતી મમતાબેન શાહ તથા શ્રી પૂજનભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાનાં વરિષ્ઠ શિક્ષક શ્રી પ્રવિણભાઈ ચૌધરીએ સમગ્ર કાર્યક્રમ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
શાળામાં ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના “રાષ્ટ્રીય સેવા યોજના” (N.S.S) ના સ્વયં સેવકો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણી અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રી દિપકભાઇ આહીર અને જયેશભાઇ મહિડા આ કાર્યક્રમમાં જોડાયા હતા.
સંકુલકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં શાળાની સિદ્ધિ
બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા દર વર્ષે વિવિધ સ્તરે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાય છે. જેમાં આ વર્ષે શાળા વિકાસ સંકુલ-4 નું પ્રદર્શન સરસ્વતી વિદ્યાલય, ઉધના ખાતે યોજાયું હતું. જેમાં લગભગ 115 જેટલી વિવિધ વિભાગો આધારિત કૃતિઓ રજૂ થઈ હતી. જેમાં અમારી શાળાની કૃતિ ‘3D પ્રિન્ટર’ વિભાગ-4 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેના બાળ વૈજ્ઞાનિકો લેખડિયા પાર્થ અને બારડોલીયા નીલ હતા. આ ઉપરાંત ‘એનર્જી હાર્વેસ્ટીંગ’ કૃતિએ વિભાગ-3 માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેમાં ભાવસાર દર્પણ અને પાટીલ ચેતન ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા. આ ઉપરાંત ડૉ.વિક્રમ સારાભાઈના જીવન આધારિત વકતૃત્વ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી સથવારા વૃષભે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષકો શ્રી ભુપેન્દ્ર. આર. દવે, શ્રી પિયુષભાઈ. એન. આહીર, શ્રી ડૉ.પિયુષભાઈ. કે. પટેલ, શ્રી પૂજનભાઈ પટેલ અને શ્રી પ્રફુલભાઇ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ તમામ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે તમામને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્રમની કૃતિ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.
આ પ્રદર્શનની સાથે અમારી શાળાના સંસ્કૃત શિક્ષકશ્રી પ્રતિકભાઈ ત્રિવેદી એ પણ એક સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેની નોંધ લેવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં બેવડી સિદ્ધિ
સુરત જિલ્લાનું ડૉ.વિક્રમ સારાભાઇ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન બી.એ.બી.એસ. હાઈસ્કૂલ બારડોલી ખાતે તાજેતરમાં યોજાયું હતું. જેમાં સુરત જિલ્લાની માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓની 140 જેટલી કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. જેમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરની કૃતિ ‘3D પ્રિન્ટર’ વિભાગ-4 માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી હતી. જેમાં બાળ વૈજ્ઞાનિકો લેખડિયા પાર્થ અને બારડોલીયા નીલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે હવે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ ઉપરાંત ડૉ.વિક્રમ સારાભાઇના જીવન આધારિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ આ દરમિયાન થયું હતું. જેમાં અમારી શાળાના સથવારા ઋષભ પણ સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
આ સ્પર્ધા માટે માર્ગદર્શન શાળાના શિક્ષકો શ્રી પિયુષભાઈ આહીર અને શ્રી ડૉ.પિયુષભાઈ પટેલે પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ દરેક તબક્કે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. આ તબક્કે શાળા પરિવાર ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.
ઈજનેરી કોલેજમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં બચકાણીવાળા શાળાની સિદ્ધિ
આર.એન.જી પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી તાજપોર(બારડોલી) ખાતે તા: 16 અને 17 સપ્ટેમ્બર 2019 ના દિવસે VISVESMRUTI-2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ સાથે સુરત જિલ્લાની શાળાઓને પણ ભાગ લેવાની તક મળી હતી. જેમાં લગભગ 40 જેટલી કૃતિઓનુંપ્રદર્શન યોજાયેલ હતું. જેમાં અમારી શાળાની કૃતિ ‘ 3D પ્રિન્ટર’ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેમાં બાળ વૈજ્ઞાનિકો લેખડિયા પાર્થ એ. અને બરડોલીયા નીલ એ. તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી પિયુષભાઈ આહીર હતા. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળાએ તમામ તબક્કે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે તમામને શુભેચ્છા પાઠવી હતી.
શિક્ષકદિનની ઉજવણીનો અહેવાલ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા.05-09-19ને ગુરુવારના રોજ શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે એક આદર્શ શિક્ષક અને આદર્શ વ્યકિત.આવા આદર્શ અને પ્રેરણાદાયી વ્યકિતત્વ ધરાવનાર વ્યકિતમાંથી સમાજના બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ અન્ય નાગરિકો પ્રેરણા મેળવી શકે તે ઉદ્દેશથી 5મી સપ્ટેમ્બર એટલેકે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવે છે.
‘બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.’ એવા મત ધરાવનાર વ્યકિતના વ્યકિતત્વને જીવંત રાખવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ 5મી સપ્ટેમ્બર,ગુરુવારના રોજ ‘શિક્ષકદિન’ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્ત થયા વિના સદાયે પ્રકાશતાં સૂરજની જેમ સમાજમાં પોતાનું તેજ પાથરનાર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જ્ન્મદિવસે શિક્ષકદિનની ઉજવણી નિમિત્તે અમારી શાળામાં સુંદર અને ભાવમય પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ પ્રાર્થનાસભામાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબીને પુષ્પ અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી તેમજ અમારી શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફુલવાળાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન ઝરમર સંક્ષેપમાં અભિવ્યકત કરી પોતાનાં પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. શાળાના શિક્ષિકા શ્રીમતી અંજનાબેન રાજપૂત અને શ્રીમતી પારૂલબેન પટેલ દ્વારા રજૂ કરાયેલાં. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનની ઝાંખી મેળવતાં જાણે એવું લાગે કે, ‘વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કરું છું તે નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછું મહત્વનું નથી.’
શિક્ષકદિન ઉજવણી નિમિત્તે અમારી શાળામાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો વિષય ‘મારો પ્રિય શિક્ષક’ હતો. શાળાના ધો. 9 થી 12 નાં કેટલાંક વિદ્યાર્થીઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ હતું
આ ઉપરાંત આ દિવસે શાળામાં 50 જેટલાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી સ્વયં શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા વિદ્યાર્થીઓને સુંદર શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું તેમજ છેલ્લા બે તાસ દરમિયાન આ શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળાના આચાર્યાશ્રી તથા શિક્ષકો દ્વારા સર્વ શિક્ષક- વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આશીર્વચન આપ્યા હતા તેમજ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રસ્સાખેંચ સ્પર્ધામાં સિદ્ધિ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ “અઠવાઝોન” કક્ષાની ખેલમહાકુંભની સ્પર્ધા જીવનભારતી સ્કૂલ નાનપુરા ખાતે રસ્સાખેંચ U-17 ભાઇઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અમારી ઉપરોક્ત શાળા જીવનભારતી હાઈસ્કૂલને પરાજય આપી ચેમ્પિયન થઈ હતી. જે બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળા તથા ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહીરે આ રમતનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
એન.એસ.એસ. અહેવાલ
અમારી શાળા શેઠશ્રી પી.એચ.બચકાનીવાળા વિદ્યામંદિરમાં “ મહિલા સશકિતકરણ “ પખવાડિયાની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) વિદ્યાર્થીઓ દ્વારા “એક બાળ એક વૃક્ષ“ કાર્યક્રમનું આયોજન તા.7-8-2019ના રોજ કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો.
શાળામાં માધ્યમિક અને ઉ.મા. વિભાગનાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણનાં સંરક્ષણ માટે જનજાગૃતિ વધે, બાળકોમાં વૃક્ષોના રોપણ અને તેના ઉછેર માટે સભાનતા આવે, તે અનુસંધાનમાં શાળાના મેદાનમાં આચાર્યાશ્રી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં વિદ્યાર્થીઓએ રસ લઈ , ઉલ્લાસ સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ખરવરનગર સ્થિત સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ઉમિયામાતા ઉદ્યાનમાં પણ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વૃક્ષોનું રોપણ કરી તેના ઉછેર માટે પ્રતિજ્ઞા લીધી હતી. વૃક્ષોને નુકશાન ન પહોંચે તેના અનુસંધાનમાં સમયાંતરે એની પ્રગતિની સમીક્ષા કરી તેના ઉછેર બાબતે યોગ્ય આયોજન કરવા માટે પણ ઉત્સુકતા બતાવી હતી.
7 ઓગષ્ટનાં રોજ ‘એક બાળ, એક વૃક્ષ’ કાર્યક્રમ અંતર્ગત શાળામાં આચાર્યાશ્રી દ્વારા ‘વૃક્ષારોપણ’ નું મહત્વ તથા તેના ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રોગ્રામ ઓફિસર શિક્ષક શ્રી જયેશકુમાર મહિડા, શ્રી દીપકભાઈ આહીર એ આ કાર્યક્રમનુ આયોજન કરી પોતાની ફરજ બજાવી હતી.
આ ઉપરાંત શાળા દ્વારા રોપાઓની માંગણી પણ કરવામાં આવેલ છે. જે પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ કરી તેમના રહેઠાણ નજીક, ખુલ્લી જગ્યામાં તથા પોલીસ સ્ટેશન જેવી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવા તેમજ તેનું જતન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
મહિલા સશકિતકરણ પખવાડિયાનો અહેવાલ
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષથી મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. તે સંદર્ભે ખરવરનગર સ્થિત અમારી શાળા શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 01/08/19 થી તા. 14/08/19 દરમિયાન મહિલા સશકિતકરણ પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. આ પખવાડિયાના ભાગરૂપે જુદા-જુદા દિવસો જેવા કે (1) મહિલા સુરક્ષા દિવસ (2) ‘બેટી બચાવો,
બેટી પઢાવો’(3) મહિલા સ્વાવલંબન દિવસ (4) મહિલા નેતૃત્વ દિવસ (5) મહિલા આરોગ્ય દિવસ (6) મહિલા કૃષિ દિવસ (7) મહિલા શિક્ષણ દિવસ (8) મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ (9) મહિલા કલ્યાણ દિવસ (10) મહિલા બાળપોષણ અને જાગૃતિ દિવસ (11) મહિલા કર્મયોગી દિવસ (12)મહિલા કાનૂની જાગૃતિ દિવસ (13)શ્રમજીવી મહિલા દિવસ અને (14) મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ વગેરે શીર્ષક હેઠળ આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.
ઝળહળતી ઉષાના સોનેરી કિરણોનાં મંગલમય પ્રભાતથી શરૂ થતાં ‘ મહિલા સશકિતકરણ પખવાડિયા’ ની ઉજવણીનો સર્વે શાળાજનોમાં ઉત્સાહ, ઉમંગ અને આશ્ચર્યનાં રશ્મિ પાથરવાને જાણે આવ્યા હોય એમ તા. 01/08/19ને ગુરુવારના રોજ મહિલા સશકિતકરણ નિમિત્તે સેવાલાઈફ ટ્રસ્ટ દ્વ્રારા અમારી શાળામાં સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાલાઈફ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી શિરીષભાઈ મહેતા અને સોનમબેન દૂબે, ભરતભાઈ ભગત તથા હુમાયૂભાઈની ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને વિવિધ યુકિતઓ થકી સ્વબચાવની તાલીમ દ્વારા તેઓમાં આત્મવિશ્વાસની અનુભૂતિ જાણે કહી રહી હોય “અમસ્તા જ અમે ચિંતામાં હતા અમારાં સપનાં માટે , આપના સહકારથી અમને પાંખો મળી ઉડાન માટે” જેવી ઝલક જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં શાળાનાં ટ્રસ્ટીશ્રી અશોકભાઇ જરીવાલા તેમજ આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફુલવાલાએ હાજર રહી સાંપ્રત સમયમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ તાલીમ કેમ જરૂરી છે ? એ અંગે સમાજમાં જીવંત ઉદાહરણ થકી સમજ આપી હતી અને દરેક વિદ્યાર્થીઓને સ્વરક્ષણ તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા સશકિતકરણનો પખવાડિયાનો આ દિવસ તો જાણે હવાની જેમ
કયાં આ આવીને પસાર થઈ ગયો તેની ખબર જ ન થઈ પ્રસ્તુત કાર્યક્રમમાં શ્રી જયેશભાઇ અને શ્રી દીપકભાઇનો સહકાર મળી રહ્યો હતો.
મહિલા સશકિતકરણના બીજા દિવસે ‘બેટી બચાવો, બેટી પઢાવો’, આ શિર્ષક આવતાંની સાથે જ એક પંકિત યાદ આવે છે,
“ ઘરના આંગણે ફૂલો ઉગાડયા હશે તો ઘર ખુશ્બુદાર હશે,
પણ જો ઘરમાં દીકરી હશે તો જીંદગી ખુશ્બુદાર હશે”
મહિલા સશકિતકરણના બીજા દિવસે “બેટી બચાવો, બેટી પઢાવો ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનો વિચાર આવ્યો. તેથી નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન આચાર્યાશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ જેવી કે નિબંધમાં 40 વિદ્યાર્થીઓ, વકતૃત્વમાં 12 વિદ્યાર્થીઓ અને ચિત્ર સ્પર્ધામાં 35 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉજવણીને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્પર્ધાના સફળ આયોજન અને અમલીકરણમાં શ્રીમતી ડૉ.અલ્પાબેન, શ્રી મયુરભાઈ,શ્રી જયેશભાઇ,શ્રી સરમણભાઈ,
શ્રી પ્રવિણભાઈ,શ્રીમતી અનુજ્ઞાબેન અને શ્રીમતી અંજનાબેનનો સહકાર મળ્યો હતો.
તા. 03/08/19 ને શનિવારના રોજ ‘મહિલા સ્વચ્છત્તા જાગૃતિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
“ પલ સુહાને ફૂલ ખીલે,કભી ના હો કાંટો કા સામના,
જીદંગી આપકી ખુશીયોં સે ભરી રહે, દિલસે આપકો સહાય કરે.”
પ્રસ્તુત પંકિતને ઉજાગર કરવા અમારી શાળામાં સ્વચ્છત્તાના હેતુસર નવા શૌચાલયોનું બાંધકામ અને સેનેટરી પેડ મશીનની વર્તમાન સમયમાં ઉપલબ્ધિ કરવામાં આવી અને શાળાની વિદ્યાર્થીનીઓને ‘પેડમેન’ મુવી પ્રદર્શિત કરીને સ્વચ્છત્તાના પાઠો શીખવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તા.05/08/19 ને સોમવારના રોજ ‘મહિલા સ્વાવલંબન ’ દિવસની ઉજવણી માટે અમારી શાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે ‘તમારી ચારે તરફ તક છે જ, જરૂર છે એને આંચકી લેવાની આ વાતને સાર્થક કરવા અમારી શાળાના નજીકના રહેણાંક વિસ્તારોમાં સ્ત્રી અંગેના વિચારો તેમજ વ્યવહારને હકારાત્મક દિશામાં વાળવા તેમજ ‘સ્ત્રી એ અખૂટ શકિતનો ભંડાર છે’ એવા માનસિક વિચારો લોકોમાં સિંચન કરવા માટે રેલીમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટર એન્ડ સ્લોગન દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
તા. 06/08/19નો મંગળવારનો દિવસ. આ દિવસના ઉપક્રમે અમારી શાળામાં શ્રીમતી વી. આર.ભક્ત શિક્ષણ મહાવિદ્યાલયના પૂર્વ એસોસિયેટેડ પ્રોફેસર એવા શ્રીમતી ડૉ. અશ્વિનીબેન કાપડિયાનું ‘મહિલા શિક્ષણ ’ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તવ્યમાં શાળાના વિદ્યાર્થીઓને અનેક સફળ વ્યકિતત્વની ઝાંખી કરાવી અશિક્ષિત મહિલાની સરખામણીમાં શિક્ષિત મહિલા સમાજને કેવી રીતે ઉપયોગી બને અને સમાજ સુધારામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવે છે તેની ઊંડાણલક્ષી રસમય વાતો કરી હતી. ‘ગઈ કાલે તમે કયાં હતાં તે અગત્યનું નથી,આજે તમે ક્યાં છો તે અગત્યનું છે ’ એ વાતને જીવંત ઉદાહરણો અને પ્રવર્તમાન પ્રવાહોથી વિદ્યાર્થીઓને વાકેફ કરી સમાજના જ્યોતિર્ધર બનવાની પ્રેરણા પૂરી પાડી હતી.કહેવાય છે ને કે,
“બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારામાં ઊગે ને સૂર્યોદય થવા લાગે,”
તા. 07/08/19 ને બુધવારના રોજ મહિલા સશકિતકરણના ઉપક્રમે સાહિત્યકાર એવા
કાજલ ઓઝાની મોતીવેશનલ સ્પીચ E-Board દ્વારા રજૂ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે થતાં અન્યાય અને તેને નિયંત્રણમાં રાખવા અંગેની માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
તા: 08/08/2019 ને ગુરુવારના રોજ ‘મહિલા કાનુની જાગૃતિ દિવસ’ અંતર્ગત એડવોકેટ કુ.મોના કપૂર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કાયદાલક્ષી માહિતીથી પરિચિત કરાવી કાયદાઓનું ઉચિત માર્ગદર્શન આપી શક્યા હતા.
ખુદ મને પણ ભાળ મારી ક્યાં મળી છે?
છે વળાંકો ઓળખીતા યે ખરા પણ,
કોઈ નક્કર જાણકારી ક્યાં મળી છે?
આ બાબતને ઓળંગીને વિદ્યાર્થીઓને જરૂરી એવું કાયદાલક્ષી જ્ઞાન આપી પોતાનું એક સ્ત્રી તરીકેનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગેનું સુયોગ્ય માર્ગદર્શન આપી શક્યા હતા. તેથી ‘જીવન એની મેળે જીવાતું નથી, જીવવા માટે જીવન ગોઠવવું પડે છે’. એવું પોતાના વક્તવ્યમાં સાર્થક કરી બતાવ્યુ હતું.
મહિલા સશક્તિકરણના પખવાડિયાના આ દિવસો જાણે પલભરમાં પડેલા ધોધમાર વરસાદના નીર ઝરણામાં વહી જતા હોય એમ પસાર થઈ રહ્યા હતા. દરેક નવો દિવસ ઉગે ને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને એમ થાય કે આજે કયો કાર્યક્રમ હશે? આજે કયું નવું જ્ઞાન મળશે? એ પ્રશ્નોનાં જવાબ રૂપે શાળાના આચાર્યા ડૉ.રીટાબેન ફૂલવાળાએ ખૂબજ સુંદર આયોજન હવે પછીના દિવસો અંગે પણ વિચાર્યું હતું.
ત્યારબાદ તા: 09/08/2019 ને શુક્રવારના રોજ ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે અમારી શાળામાં સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સમાજ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવનાર એવા ઉર્વશીબેન માળીને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વકતાશ્રી દ્વારા વિદ્યાર્થિનીઓને સરકાર અંતર્ગત વિવિધ યોજનાઓ અંગેની ઊંડાણલક્ષી માહિતી આપવામાં આવી હતી. વિવિધ યોજનાઓમાં સરકાર દ્વારા અપાતી સહાય કે જેમાં વિદેશ અભ્યાસ માટેની સહાય, વ્હાલી દીકરી યોજના, આયુષ્યમાન કાર્ડ તેમજ માં અમૃતમ કાર્ડ દ્વારા અપાતી સહાય, વિદ્યાલક્ષી બોન્ડ તેમજ ઘર બાંધવા માટેની સહાય વગેરેની છણાવટ કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
સમયના વહેણની સાથે અડધો દિવસ વીતી ગયો. હવે પછીના સમયમાં શાળામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત ‘ક્વિઝ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ કોમ્પિટિશનની તમામ પૂર્વતૈયારી શ્રી સરમણભાઇ, શ્રી પિયુષભાઇ, શ્રીમતી ધાર્મિષ્ઠાબેન અને શ્રીમતી નિશાબેનની ટીમે કરી હતી. ક્વિઝ કોંપિટિશનમા ચાર ટીમો જેવીકે લક્ષ્મીબાઇ, દુર્ગાવતી, જીજાબાઈ અને અવંતિબાઈ જેવી ઉત્કૃષ્ટ વીરાંગનાઓને ભાવાંજલી આપવાના હેતુસર નામકરણ કરવામાં આવ્યું હતું.
ક્વિઝ કોંપિટિશનમાં ધો-9 થી 12 ની વિદ્યાર્થિનીઓમાંથી 12 વિદ્યાર્થિનીઓએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને બાકીના વિદ્યાર્થીઓએ દર્શક તરીકેની પોતાની ભૂમિકા ભજવી હતી. શાળાના શિક્ષકો દ્વારા ખૂબ ઉત્સાહ અને મહેનતથી વિવિધ પ્રશ્નોની રચના કરી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
તા: 10/08/2019 ને શનિવારના રોજ ‘મહિલા બાળપોષણ અને જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી શાળામાં મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ભૂમિકા ભજવનાર ડૉ.શૈલી વ્યાસ વરિયા દ્વારા અમારી શાળાની વિદ્યાર્થિનીઓને તરુણાવસ્થા એક વસંતકાળ છે અને તે સંદર્ભે દ્વિમાર્ગીય ચર્ચા કરી તેના માર્ગદર્શનરૂપે રોચક વિડીયો નિદર્શન કરવામાં આવ્યા હતા. તદઉપરાંત આ અવસ્થાની મુખ્ય સમસ્યાઓ સંદર્ભે પ્રકાશ પાડી ખુબ જ ઊંડાણલક્ષી અને દરેક વિદ્યાર્થિનીને સ્પર્શે એવું તલસ્પર્શી માર્ગદર્શનરૂપી ચર્ચાથી વિદ્યાર્થિઓની મુખાકૃતિ જાણે કહી રહી હોય,
‘ચાંદ, સૂરજ આભને અજવાળતા છો ને રહે,
ઝૂંપડીને પૂરતું છે એક નાનું કોડિયું,
તરુણાવસ્થાની વસંતકાળમાં અનુભવાતી સમસ્યાઓ છો ને રહે,
અમને પૂરતું છે આ ‘મહિલા સશક્તિકરણનું પખવાડિયું’.
આમ, વક્તાશ્રીના માર્ગદર્શન વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ અનુચિત પથદર્શકરૂપ બની રહેશે.
તા: 12/08/2019 ને સોમવારના રોજ ‘મહિલા કાનૂની જાગૃતિ દિવસ’ અંતર્ગત અમારી શાળામાં ડીસીપી અધિકારી શ્રીમતી વિધિબેન ચૌધરીને આમંત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ શ્રીમતી વિધિબેન ચૌધરી મેડમની સમયની અનુકૂળતા ન હોવાને કારણે તેમણે આમંત્રિત કરવાનું આયોજન પાછળથી કરવાનો વિચાર અમારી શાળાના આચાર્યા દ્વારા કરવામાં આવ્યો છે. એમના આગમન માટે આચાર્યા મેડમ દ્વારા ખૂબજ જવલંત પ્રયાસો કાર્યરત છે અને સંજોગો અનુકૂળ થાય ત્યારે તેમનો પણ લાભ અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
તા: 12/08/2019 ને સોમવારના રોજ ‘મહિલા શારીરિક સૌષ્ઠવ’ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઈ આહીર દ્વારા ‘યોગ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને યોગ દ્વારા સ્વસ્થ રહેવા નિયમિત યોગ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે અમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પૈકી જે વાલીને માત્ર ‘એક જ દીકરી’ સંતાન રૂપે હોય તેવા વાલીઓનો સન્માન સમારોહ યોજવાનો વિચાર પણ અમારી શાળાના આચાર્યા દ્વારા કરવામાં આવ્યો છે.
અંતમાં, ‘મહિલા સશક્તિકરણ પખવાડિયા’ અંતર્ગત અમારી શાળા શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિરમાં આ વિવિધ દિવસોની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓએ, તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને આચાર્યાશ્રી તમામને ઉપયોગી એવું માર્ગદર્શન મળી રહ્યું છે. આ પખવાડિયાની ઉજવણી અંતર્ગત માર્ગદર્શકરૂપ એવા આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળાએ એક સશક્ત આચાર્યાની ભૂમિકા ભજવી વિશેષ ઉજવણી કરવામાં ઉત્કૃષ્ટ ફાળો નોંધાવી શક્યા હતા.
વોલીબોલ રમતમાં શાળાની સિદ્ધિ
શાળાકીય ઉધનાઝોન કક્ષાની U-19 વોલીબોલ ભાઇઓની સ્પર્ધા એમ. પી. લીલીયાવાળા સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં કુલ 22 ટીમે ભાગ લીધો હતો. જેમાં જીવન વિકાસ અંગ્રેજી સ્કૂલને પરાજય આપી ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ચેમ્પિયન રહી હતી.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન ફૂલવાળા તથા ટ્રસ્ટી મંડળે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ રમતનું માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહિરે પૂરું પાડ્યું હતું.
કવીઝ કોમ્પિટિશન અહેવાલ
શેઠશ્રી પી.એચ.બચકાનીવાળા વિદ્યામંદિર ખાતે તા. 9/8/19 રોજ સ્ત્રી સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત ધો.9 થી 11 ના બાળકો માટે કવીઝ કોમ્પિટિશનનું આયોજન શાળાના આચાર્યા ડૉ. રીટાબેન ફૂલવાળાના અધ્યક્ષપણે થયું હતું. આ સ્પર્ધામાં કુલ 40 થી વધુ વિદ્યાર્થિનીઓએ રસ દાખવ્યો હતો. જેમાંથી પ્રાથમિક પરીક્ષા દ્વારા 16 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. જેમને અનુક્રમે રાણી જીજાબાઈ,રાણી લક્ષ્મીબાઈ,રાણી દુર્ગાવતી , રાણી અવંતીબાઈ એમ કુલ ચાર ટીમમાં વહેચવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ ચાર રાઉન્ડ રાખવામા આવ્યા હતા. યોજના શાળાના શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ , શ્રી સરમણભાઈ સોલંકી , શ્રીમતી ધર્મિષ્ઠાબેન રંગરેજ અને શ્રીમતી નિશાબેન રાણા દ્વારા થયું હતું. આ સ્પર્ધામાં ચાર રાઉન્ડના અંતે રાણી દુર્ગાવતી ટીમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જેનું પ્રતિનિધિત્વ પાટીલ સાક્ષી ,મહાજન ધ્રુવી ,રાંદેરવાલા હિતાંષી , ભાણાભગવાનવાળા સાક્ષી એ કર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી પિયુષભાઈ આહિરે વિજેતાઓને અભિનંદન પાઠવી આભારવિધિ કરી હતી.તથા શાળાના આચાર્યા તથા ટ્રસ્ટીમંડળે પણ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના શિક્ષકની સિધ્ધિ
શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર, ઉધના ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિતશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવતા તા. વિસનગર જિ. મહેસાણા ના વતની પીયૂષ કનુભાઈ પટેલ એ શ્રીમતિ વી.આર.ભક્ત કૉલેજ ઓફ એજયુકેશનના નિવૃત એસો. પ્રોફેસર ડૉ.મંગલભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં A Study of Educational Achievement, Aptitude and General Knowledge of Trainees of Teachers training colleges વિષય પર મહાશોધ નિબંધ રજૂ કરેલ હતો. જે યુનિવર્સિટીએ માન્ય રાખી Ph.Dની પદવી એનાયત કરેલ છે. આ સિદ્ધિ બદલ શાળાના તમામ શિક્ષકો, આચાર્યા ડૉ.શ્રીમતી રીટાબેન એન.ફૂલવાળા અને ટ્રસ્ટીમંડળના તમામ સભ્યો હાર્દિક અભિનંદન પાઠવતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.
મહિલા સશક્તિકરણની જાગૃતિ રેલી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાનીવાળા વિદ્યામંદિરમાં “મહિલા સશકિતકરણ પખવાડિયું ઉજવણી ”તા. 1/8/19 થી 14/8/19 અંતર્ગત મહિલા શક્તિને ઉજાગર કરવા માટે તથા લોકોમાં સ્ત્રીશક્તિના વિકાસ માટે અને મહિલા સશક્તિકરણની જાગૃતિ ફેલાવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ રેલી અંતર્ગત પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
આ રેલીમાં આશરે ધો 9 થી 12ના 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ રેલીનું આયોજન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દીપકભાઈ આહિર અને શ્રીમતી હેમલતાબેને કર્યું હતું.
નેશનલ સાયન્સ સેમિનાર અહેવાલ
ગુજકોસ્ટ, ગાંધીનગર અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા વી.ડી.ટી ગર્લ્સ સ્કૂલમાં નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન તા: 06/08/2019 ના રોજ થયું હતું. આ વર્ષે આ સેમિનારનો વિષય “આવર્તકોષ્ટક ના તત્વો: માનવ સુખાકારી માટે કેવી રીતે ઉપયોગી છે?” હતો. આ સ્પર્ધામાં ધો-10 ના વિદ્યાર્થી પટેલ પૂર્વ એન. એ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેને માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી પિયુષભાઈ એન. આહિરે પૂરું પાડ્યું હતું તેમજ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
એક બાળ એક વૃક્ષ કાર્યક્રમનો અહેવાલ
અમારી ઉપરોક્ત શાળામાં “એક બાળ એક વૃક્ષ“ કાર્યક્રમનું આયોજન તા.7-8-2019ના રોજ કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો.
શાળામાં માધ્યમિક અને ઉ.મા. વિભાગનાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણનાં સંરક્ષણ માટે જનજાગૃતિ વધે, બાળકોમાં વૃક્ષોના રોપણ અને તેના ઉછેર માટે સભાનતા આવે, તે અનુસંધાનમાં શાળાના મેદાનમાં આચાર્યાશ્રી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં વિદ્યાર્થીઓએ રસ લઈ , ઉલ્લાસ સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ખરવરનગર સ્થિત સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ઉમિયામાતા ઉદ્યાનમાં પણ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વૃક્ષોનું રોપણ કરી તેના ઉછેર માટે પ્રતિજ્ઞા લીધી હતી. વૃક્ષોને નુકશાન ન પહોંચે તેના અનુસંધાનમાં સમયાંતરે એની પ્રગતિની સમીક્ષા કરી તેના ઉછેર બાબતે યોગ્ય આયોજન કરવા માટે પણ ઉત્સુકતા બતાવી હતી.
7 ઓગષ્ટનાં રોજ ‘એક બાળ, એક વૃક્ષ’ કાર્યક્રમ અંતર્ગત શાળામાં આચાર્યાશ્રી દ્વારા ‘વૃક્ષારોપણ’ નું મહત્વ તથા તેના ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષક શ્રી જયેશકુમાર મહિડા, શ્રી દીપકભાઈ આહીર તથા શ્રી પ્રતિકભાઈ ત્રિવેદીએ આ કાર્યક્રમનુ આયોજન કરી પોતાની ફરજ બજાવી હતી.
આ ઉપરાંત શાળા દ્વારા રોપાઓની માંગણી પણ કરવામાં આવેલ છે. જે પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ કરી તેમના રહેઠાણ નજીક, ખુલ્લી જગ્યામાં તથા પોલીસ સ્ટેશન જેવી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવા તેમજ તેનું જતન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
લાયન્સ ક્લબ ઓફ ખટોદરા આયોજિત અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
અલુણા વ્રત નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ખટોદરા, સુરતના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહેંદી, કેશગુંફન , આરતી શણગાર , ગોરમાનાં ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. લાયન્સ ક્લબના સભ્યોએ વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતી ડો. રીટાબેન ફૂલવાળાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.
શાળામાં વર્ષ 2019-20 માં શાળા પ્રતિનિધિની ચૂંટણી યોજાઇ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર શાળામાં તા.05/07/2019 ને શુક્રવારનાં રોજ વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
તમામ ઉમેદવારોએ ચૂંટણી પહેલાં દરેક વર્ગમાં જઈને પોતાનો પરિચય તેમજ શાળાકીય વિદ્યાર્થીઓના હિતોને સંલગ્ન કાર્યો કરવાની બાહેંધરી આપી વિદ્યાર્થીઓને મત આપવા માટે આકર્ષિત કર્યા હતા. શાળાનો માહોલ ચૂંટણીનાં વાતાવરણથી ઉત્તેજિત થયો હતો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિપકભાઇ આહિરે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી ચૂંટણી અંગેની વ્યવસ્થિત માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા .
અમારી શાળામાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને પોતાના વર્ગમાંથી કતારબદ્ધ પોતાના વર્ગશિક્ષકશ્રીની દોરવણીથી મતદાન મથક સુધી જઈને પોતાના આંગળી પર શાહીનું નિશાન કરાવીને મતપત્રક લઈને યોગ્ય ઉમેદવારને મત આપ્યો હતો. શાળાના તમામ શિક્ષકમિત્રોએ તેઓને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે મુખ્ય ચૂંટણી કમિશનર, સમગ્ર ચૂંટણી કન્વીનર, સહાયક ચૂંટણી કન્વીનર, મતગણતરી અધિકારી, પોલિંગ ઓફિસર્સ તરીકે નિભાવીને સમગ્ર કાર્યક્રમને જવલંત સફળતા અપાવી હતી. આ મતદાન કાર્યક્રમ અંતર્ગત 96.65 ટકા મતદાન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના જનરલ સેક્રેટરી(જીએસ) તરીકે પ્રથમ ક્રમ ભૂતવાળા રિદ્ધિસ. એસ.(11-A) અને પટેલ તન્વી બી.(9-A) ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. ચૂંટાયેલા વિદ્યાર્થીને શાળાનાં ટ્રસ્ટીશ્રી, શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા અને તમામ શિક્ષકમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા .
Exotic Web Media Digital Channel દ્વારા આયોજીત અલુણા મહોત્સવ
Exotic Web Media Digital Channel દ્વારા અલુણા મહોત્સવ -2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળા શેઠશ્રી પી.એચ.બચકાણીવાલા વિદ્યામંદિરના વિદ્યાર્થીનીઓએ મહેંદી સ્પર્ધા અને ગોરમા ગીત સમૂહ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. જેમાં રાણા તનીશા ને મહેંદી સ્પર્ધામાં આશ્વાસન ઈનામ તેમજ ગોરમા ગીત સમૂહમાં પ્રથમ ક્રમ મેળવી વિજેતા બન્યા હતા. શાળાના આચાર્યાશ્રી તેમજ ટ્ર્સ્ટીશ્રીઓએ વિજેતા થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા .
સેવા લાઈફ ટ્રસ્ટ દ્વારા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ
આજ રોજ તા.10/07/19 ને બુધવારના રોજ ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર શાળામાં સેવા લાઈફ ટ્રસ્ટ સુરત દ્વારા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાલાઈફ ટ્રસ્ટના ચેરમેનશ્રી શિરિષભાઈ મેહતા, સોનમબેન દૂબે, ભરતભાઇ ભગત તથા હુમાયુભાઈની ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને વિવિધ યુકિતઑ થકી સ્વબચાવની તાલીમ આપવામાં આવી હતી.
શાળાનાં ટ્રસ્ટીશ્રી અશોકભાઇ જરીવાળા,આચાર્યા ડૉ. શ્રીમતી રીટાબેન ફૂલવાળાએ હાજર રહી સાંપ્રત વિદ્યાર્થીઓને સ્વરક્ષણ તાલીમ કેમ જરૂરી છે ? એ સમજાવ્યું હતું તથા દરેક વિદ્યાર્થીઓને સ્વરક્ષણ તાલીમ લેવા પ્રોત્સાહિત કરી હતી.
POCSO ACT 2012 અને તેની શિક્ષાની જોગવાઇઓ સંદર્ભે વિદ્યાર્થોઓમાં જાગૃતિ બાબત
જયભારત સહ ઉપરોક્ત વિષય સંદર્ભે POCSO ACT 2012(Protection of Children From Sexual offence) અને તેની શિક્ષાની જોગવાઇઓ સંદર્ભે મિડિયા મારફતે તેમજ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેમજ આવા પ્રસંગોએ શિક્ષાની કઈ કઇ જોગવાઇઓ છે તે અંગે ધો- 9 થી 12 ની 225 જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા સરકારશ્રી દ્વારા આ અંગે માહિતી આપવા તથા તમામને જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્યાશ્રી ડૉ.રીટાબેન ફૂલવાળાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ શાળાના શિક્ષિકા હેમલતાબેન ડોડીયા તેમજ અન્ય શિક્ષકોએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બાળકોની સુરક્ષાથી લઈ કેવી રીતે તેઓ કાયદાનું રક્ષણ મેળવી શકે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પોતાને તેમજ તેમની આસપાસના બાળકોને આ અંગેની માહિતીથી વાકેફ કરે, આ સમગ્ર કાર્યક્રમ ખરેખર અભિનંદનીય છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ
માર્ચ -2019માં ગુ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયલ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઉધના વિસ્તારનું પરિણામ 76. 63% અને શાળાનું પરિણામ 83.16% આવેલ છે. જે પૈકી 9 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પટેલ ધ્રુવી લાલજીભાઇ એ 750 માંથી 679(90.53%) ગુણ સાથે શાળામાં પ્રથમ, જરીવાલા આયુષ કમલકુમાર 750 માથી 659(87.87%) ગુણ સાથે દ્વિતીય, રોટલીવાળા જુગલ રાજેશકુમાર 750 માંથી 651(86.80%) ગુણ સાથે તૃતીય ક્રમ અને રાવતોલે ચાંદની ભગવાનભાઇ 750 માંથી 645(86.00%) ગુણ સાથે ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે ઉપરાંત અમારી શાળામાં 25 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવેલ છે. તમામ વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
ધોરણ-૧૦ નું પરિણામ
માર્ચ-2018 માં ગુ. મા./ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધો.-10 ની પરીક્ષામાં અમારી શાળામાં A1 ગ્રેડ 4 અને A2 ગ્રેડ 16 વિધ્યાર્થોઓએ મેળવેલ છે આ સાથે અમારી શાળાનું પરિણામ 83.96% આવેલ છે. જે પૈકી શાહ વૈશાલી એન. 600 માંથી 559 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. પાટીલ શાક્ષી આર. 600 માંથી 556 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે ભાજીખાઉ પ્રિયલ એન. 600 માંથી 547 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. રાયશીંગ રાશી આર. 600 માંથી 545 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તમામ વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઇ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડો. રીટાબેન એન. ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ
માર્ચ -2019માં ગુ.મા.ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું શાળાનું પરિણામ 88.06 છે. જેમાં કાપડિયા નિસર્ગ રાકેશભાઈએ 650 માથી 6૦૦ ગુણ મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. ઘીવાળા દેવ મનિષકુમાર 650 માંથી 589 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પટેલ રાજ રજનીકાંતભાઇ 700 માંથી 609 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તમામ વિદ્યાર્થીઑને તથા વિજ્ઞાન પ્રવાહના સમગ્ર સ્ટાફને શાળાના પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા, આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા તથા સમગ્ર શાળા પ રિવાર અભિનંદન પાઠવે છે .
પ્રખરતા શોધ કસોટીમાં બચકાણીવાળા વિદ્યામંદિરની સિદ્ધિ
ગુજરાત માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત વર્ષ 2018/19 માટે ધો-9 ની પ્રખરતા શોધ કસોટીમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થી સાડીસાતસોવાલા દેવ કિરીટકુમારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને બોર્ડ તરફથી મળતી શિષ્યવૃત્તિ માટે લાયકાત પ્રાપ્ત કરી છે. આ તબક્કે શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા અને શાળાના શિક્ષકમિત્રો તેમજ શાળા સંચાલકમંડળ તરફથી આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ છે.
30મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
તા.9/2/19 ના રોજ ઉધના,ખરવર નગર સ્થિત શેઠશ્રી પી.એચ. બચકાણીવાલા વિદ્યામંદિર ખાતે ઉધના ટ્રાફિક શાખાના વડા શ્રી એમ. એમ.પુઆર સાહેબ તથા શાળાના આચાર્યા ડૉ. રીટાબેન ફૂલવાળાના સંયુક્ત અધ્યક્ષપણા હેઠળ 30મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ હતી. જેમાં શ્રી એમ.એમ.પુઆર સાહેબે બાળકોને ટ્રાફિકના નિયમોની અનદેખીના કારણે થતા નુકસાન અંગેની માહિતી આપી હતી તથા બાળકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપી તેના પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા, તથા કાર્યક્ર્મના અંતમાં શાળાના આચાર્યા ડૉ. રીટાબેન ફૂલવાળાએ ટ્રાફિક જાગૃતતા અંગેની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને લઈ તૈયાર કરવામાં આવેલ શોર્ટફિલ્મને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસારિત કરીને ટ્રાફિકનું પાલન કરી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અપીલ કરી હતી.
ખટોદરા સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 1/11/18 ને ગુરુવારના રોજ ‘ગુડ ટચ બેડ ટચ’ અંતર્ગત સુરત શહેરના જાણીતા અને પ્રસિદ્ધ એવા ગાયનેકોલોજીસ્ટ ડૉ. સુષ્માબેન અય્યર દ્વારા શાળાની દીકરીઓને માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓને ‘ Good Touch , Bad Touch ’ અંગેની માહિતી આપી ‘ No Touch ’ ને જીવનમાં અપનાવવાની સલાહ આપી હતી તેમજ દરેક વિદ્યાર્થીઓને તરુણાવસ્થાને અનુરૂપ નડતી સમસ્યાઓ અને તેનાં ઉપાયો અંગેની છણાવટ કરી માર્ગદર્શકરૂપ બન્યા હતા. દરેક વિદ્યાર્થિનીઓને વર્તમાન સમયમાં બનતા ક્રુર અને અસામાજીક બનાવો ન બને તે માટે આપણે પોતે જ સજાગ બની નારીશક્તિનું રૂપ લેવા અંગેની સલાહ સાથે અનેક પ્રસંગોની રજૂઆત કરી હતી.શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સમજાવી જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે વિવિધ ઉદાહરણો આપ્યા હતા. દીકરીઓએ શરીરની સ્વચ્છતા માટે શું કરવું જોઈએ તેની પણ રસપ્રદ માહિતી આપી હતી. તમામ માહિતીની ચર્ચા ઘરના તમામ સભ્યોને કરવા પણ જણાવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન અમારી શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળાએ કર્યું હતું તેમજ પ્રસંગોચિત માર્ગદર્શન પણ આપ્યું હતું.
કૃતિની રાષ્ટ્રીયકક્ષા માટે પસંદગી
45માં જવાહરલાલ નહેરૂ વિજ્ઞાન – ગણિત પ્રદર્શન 2018-19નું રાજ્ય કક્ષાનું પ્રદર્શન પાલનપુર મુકામે યોજાયું હતું. જેમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ. બચકાણીવાળા વિદ્યામંદિરની વિભાગ -5 ડિજિટલ અને ટેક્નોલોજીકલ સોલ્યુશન ની કૃતિ “ મિની CNC મશીન “ ની રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી થઈ છે જે હવે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી આગામી નવેમ્બર માસમાં રાષ્ટ્રીયકક્ષા માટે રજૂ થશે. આ કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ લેખડિયા પાર્થ એ., મૈસુરિયા યુગ એસ., માર્ગદર્શક શિક્ષકશ્રી પી.એન.આહીર અને/ તમામ વિજ્ઞાન શિક્ષકો તેમજ કૃતિમાં ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાનાં આચાર્યા શ્રીમતિ ડૉ. રીટાબેન એન. ફૂલવાળાને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે.
કેરલ રેલ રાહત ફંડ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કેરલ ખાતે આવેલ ભયાનક પૂરને કારણે ત્યાંના લોકોને ભોગવવી પડેલી હાલાકીમાં મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્વપ્રયત્ન થકી ઘઉં, ચોખા, દાળ, ખાંડ તથા કપડાઓ ભેગા કર્યા હતા, સાથોસાથ 16,000/- જેટલી માતબર રકમ ભેગી કરી ઉદારતાનો દાખલો બેસાડયો છે. આ તમામ રાહત સામગ્રી સેવાભારતી ગુજરાત વતી શ્રી ડૉ.જગદીશભાઇ ચાવડાને પહોચાડેલ છે. જેમાં ઘઉં 100 કિલો., ચોખા 70 કિલો. તથા દાળ, ખાંડ વગેરે 10 કિલો તેમજ કપડાં અને નોટબુક પણ આ સાથે સામેલ છે.
આ સમગ્ર કાર્યમાં શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
1 સપ્ટેમ્બર 2018 થી 15 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનુંકે શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા. 1 સપ્ટે. થી 15 સપ્ટે. દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી સ્વચ્છત્તા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવવા રેલી કાઢી, બેનર,પ્લેકાર્ડ તથા સૂત્રોચ્ચાર દ્વારા વર્ગસફાઈ, શેરી સફાઇ તથા જાહેર બાગબગીચામાં સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો આગ્રહ કરવામાં આવ્યો હતો સાથોસાથ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અપાયેલ સૂત્ર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારતનો સંદેશો આપ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકમિત્રોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ જી.ચૌધરી અને શ્રી દીપકભાઈ સી. આહિરે કર્યું હતું અને શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી
શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા: ૨૨/૦૬/૨૦૧૮ ને શુક્રવારના રોજ સમાજ સેવિકા નિશાબેન પટેલનાં પ્રમુખપણા તેમજ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળાના માર્ગદર્શન હેઠળ કન્યાકેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. પ્રાર્થના તથા સુંદર સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ. શાળા નં- ૪૫, ૪૬, ૨૭૫ તથા આંગણવાડીના વિદ્યાર્થીઓને રમકડાં અને પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો. ધો- ૧ થી ૯ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને બેગ, પુસ્તક તથા કીટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નિવૃત્ત આચાર્યા શ્રીમતી ઉષાબેન પટેલે પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા. શાળાનાં વ્યાયામ શિક્ષક શ્રી દિપકભાઇ આહિરના માર્ગદર્શન હેઠળ યોગ તથા પિરામીડ પ્રદર્શિત કરવામાં આવ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષિકા શ્રીમતી કંચનબેન પટેલે કર્યું તથા આભારવિધિ શ્રી પ્રવીણભાઈ ચૌધરીએ કરી હતી.
શાળા સલામતી સપ્તાહની જોરદાર ઉજવણી
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગર, ગુજરાત દ્વારા તા. 25/06/18 થી તા. 29/06/18 સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પૈકી ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર શાળામાં વિવિધ સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
GSDMA ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલી તાલીમમાં શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા હાજર રહ્યા હતા તેમણે શાળાનાં વિદ્યાર્થીઓને કુદરતી તેમજ માનવસર્જિત આપદાઓ અંગે દ્રશ્યશ્રાવ્ય તથા ચાર્ટ્સ દ્વારા સમજૂતી આપી હતી.
વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા યોજાય હતી જે પૈકી માધ્યમિક વિભાગમાં વિજેતા પ્રથમક્રમે રંગૂનવાલા જય એમ. 9-A દ્વિતીયક્રમે રાણા રીયા કે. 9-C તૃતીયક્રમે ઘીચાટુ મિત એન. 9-A વિજેતા રહ્યા હતા ઉ.મા. વિભાગમાં માવાપુરી ફેનિલ વી. 11-A દ્વિતીયક્રમે ચેવલી મોનિષ આર. 11-A તૃતીયક્રમે હિરાવાળા અભિષેક પી. 11-A વિજેતા રહ્યા હતા તથા વકતૃત્વ સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમક્રમે પટેલ મન ડી. 9-A દ્વિતીયક્રમે ગજ્જર કનૈયા 11-A તૃતીયક્રમે પટેલ જીયા એમ. 9-D તથા આશ્વાસનક્રમે આશાપુરીવાલા હર્ષ એન. 9-B વિજેતા રહ્યા હતા આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતો.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક મયુરભાઈ આડમાર,સરમણભાઈ સોલંકી તથા કંચનબેન પટેલે જેહમત ઉઠાવી હતી.
સપ્તાહનાં અંતિમ દિને શાળામાં સુરત મહાનગરપાલિકાના ડિઝાસ્ટર વિભાગના પ્રોજેક્ટર ઓફિસર શ્રીમતી નિતલ દોશીના માર્ગદર્શન દ્વારા શાળામાં ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા શ્રી જગદીશભાઇ જે. પટેલ ફાયર ઓફીસર તથા શ્રી મહેશભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર અંગેના વિવિધ સાધનોનું માર્ગદર્શન આપી આગ સામે રક્ષણ આપવા યોગ્ય રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં શાળાનાં 500 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ સરકારશ્રી દ્વારા આવનાર વર્ષોમાં ફરીવાર થતો રહે એવી આશા વિદ્યાર્થીઓ દ્વારા રાખવામા આવી છે અને આવા કાર્યક્રમો દ્વારા ભવિષ્યની દુર્ઘટનાની માત્ર ને ચોક્કસ ઘટાડી શકાય છે
શાળા સલામતી સપ્તાહ-2018 દિવસ પ્રમાણે સંક્ષિપ્ત નોંધ
શાળાનું નામ :- શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિદ્યામંદિર
શાળાનું સરનામું :- ખરવરનગર,ખટોદરા,ઉધના,સુરત
ફોન નં- 0261-2332718
આચાર્યાશ્રી શ્રીમતી ડૉ.રીટાબેન એન.ફૂલવાળા
મો. નં – 9909968283
============================================
તા.25/6/18 થી 29/06/18 દરમ્યાન શાળા સલામતી સપ્તાહ 2018 ની ઉજવણી તથા જાગૃતિ અંગેનો કાર્યક્રમ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગર દ્વારા યોજવાનું જાહેર થયેલ હોય જે અમારી ઉપરોક્ત શાળામાં યોજાયેલ કાર્યક્રમનો અહેવાલ નીચે મુજબ છે.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળા આચાર્યશ્રીઓની શાળા સલામતી સપ્તાહ અંગેની તાલીમ તા. 25/06/2018 ને સોમવારના દિને જે.એન.બી હાઈસ્કૂલ લસકાણા કામરેજ ખાતે લેવામાં આવી હતી.
તા.26/06/2018 ના દિને શાળામાં પ્રાર્થના સંમેલન કાર્યક્રમમાં શાળાના આચાર્યા ડૉ.રીટાબેન એન. ફૂલવાળા દ્વારા ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માનવસર્જિત તથા કુદરતી આપદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
તા. 27/06/18 ને બુધવારનાં રોજ શાળામાં આપત્તિ આધારિત વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.જેનાં માધ્યમિક વિભાગમાં વિજેતા પ્રથમક્રમે રંગૂનવાલા જય એમ. 9-A, દ્વિતીય ક્રમે રાણા રીયા કે. 9-C અને તૃતીય ક્રમે ઘીચાટુ મીટ એન. 9-A રહ્યા હતા. ઉ.મા. પ્રથમક્રમે માવાપુરી ફેનિલ વી. 11-A, દ્વિતીયક્રમે ચેવલી મોનિસ આર. 11-A અને તૃતીય ક્રમે હીરાવાલા અભિષેક પી. 11-A વિજેતા રહ્યા હતા. સમગ્ર સ્પર્ધામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તા.28/06/18 નાં દિને શાળામાં સલામતી અને સુરક્ષા જેવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેનું સંચાલન શાળાના શિક્ષકો શ્રી મયુરભાઈ, સરમણભાઈ તથા નિર્ણાયક તરીકે શ્રીમતી કંચનબેન પટેલ ભૂમિકા ભજવી હતી. જે પૈકી પ્રથમ ક્રમે પટેલ મન ડી. 9-A દ્વિતીય ક્રમે ગજ્જર કનૈયા 11-A અને તૃતીય ક્રમે પટેલ જીયા એમ. 9-D તથા આશ્વાસન ક્રમે આશાપુરીવાલા હર્ષ એન. 9-B વિજેતા રહ્યા હતા.
તા.29/06/18 ને શુક્રવારે સપ્તાહનાં અંતિમ દિને શાળામાં સુરત મહાનગરપાલિકાનાં પ્રોજેકટ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રીમતી નિતલ દોશીનાં માર્ગદર્શન દ્વારા શાળામાં ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા શ્રી જગદીશભાઈ જે પટેલ ફાયર ઓફિસર તથા શ્રી મહેશભાઇ પટેલ ઈન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને ફાયર અંગેનાં વિવિધ સાધનોનું માર્ગદર્શન આપી આગ સામે રક્ષણ આપવા યોગ્ય રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. જેમાં શાળામાં 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાનું
ઇન્ટરવ્યુ હિન્દ ટીવીના રિપોર્ટર શ્રી પરેશભાઈ રાઠોડ દ્વારા લેવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સરકારશ્રી દ્વારા આવનાર વર્ષોમાં ફરીવાર થતો રહે તેવી આશા વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવે છે અને આવા કાર્યક્રમો દ્વારા ભવિષ્યની દુર્ઘટનાની માત્રાને ચોક્કસ ઘટાડી શકાય છે.
કલા-મહાકુંભમાં બચકાણીવાળાની સિદ્ધિ
તા. 16-07-18 ને સોમવારના રોજ ગુજરાત સરકારના રમતગમત તેમજ યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ અંતર્ગત કલા-મહાકુંભ-2018-19 નું આયોજન દીપદર્શન સ્કૂલ, ડિંડોલી-ખરવાસા ખાતે કરવામાં આવ્યું હતું કલા-મહાકુંભમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં સુગમગીતમાં ભગત ધરા તૃતીય ક્રમે, ભજન(ગીત)માં કડીવાળા આયુષી તૃતીયક્રમે, સમૂહ લગ્નગીતમાં સુરતી ઈશા, ભવાનીવાલા શિવાની, સોડીવાલા દિક્ષિતા, ગજ્જર ધ્રુવી, ચેવલી આર્ચી દ્વિતીયક્રમે, સમૂહગીતમાં ચીમના ડેલ્સી, રાશિવાલા જાન્સી, ઉધનાવાલા હની, જરીવાલા જીયા, રાવલ સ્નેહા દ્વિતીયક્રમે, વાંસળીવાદનમાં પાનવાલા કર્ષ પ્રથમક્રમે, તબલાવાદન સ્પર્ધામાં જરીવાલા નીલ પ્રથમક્રમે વિજેતા નીવડયા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંગીત શિક્ષક શ્રી સુરેશભાઇ રાણાએ માર્ગ દર્શન પૂરું પાડયું હતું . વિજેતા વિદ્યાર્થીઓને સમસ્ત શાળા પરિવાર, આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળા તેમજ ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
શાળામાંવર્ષ 2018-19માં શાળા પ્રતિનિધિની ચૂંટણી યોજાઇ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર શાળામાં તા.04/07/2018ને બુધવારનાં રોજ વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
તમામ ઉમેદવારોએ ચૂંટણી પહેલાં દરેક વર્ગમાં જઈને પોતાનો પરિચય તેમજ શાળાકીય વિદ્યાર્થીઓના હિતોને સંલગ્ન કાર્યો કરવાની બાહેંધરી આપી વિદ્યાર્થીઓને મત આપવા માટે આકર્ષિત કર્યા હતા. શાળાનો માહોલ ચૂંટણીનાં વાતાવરણથી ઉત્તેજિત થયો હતો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિપકભાઇ આહિરે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી ચૂંટણી અંગેની વ્યવસ્થિત માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા .
અમારી શાળામાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને પોતાના વર્ગમાંથી કતારબદ્ધ પોતાના વર્ગશિક્ષકશ્રીની દોરવણીથી મતદાન મથક સુધી જઈને પોતાના અંગૂઠા પર શાહીનું નિશાન કરાવીને મતપત્રક લઈને યોગ્ય ઉમેદવારને મત આપ્યો હતો. શાળાના તમામ શિક્ષકમિત્રોએ તેઓને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે મુખ્ય ચૂંટણી કમિશનર, સમગ્ર ચૂંટણી કન્વીનર, સહાયક ચૂંટણી કન્વીનર, મતગણતરી અધિકારી, પોલિંગ ઓફિસર્સ તરીકે નિભાવીને સમગ્ર કાર્યક્રમને જવલંત સફળતા અપાવી હતી. આ મતદાન કાર્યક્રમ અંતર્ગત 95.90 ટકા મતદાન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના જનરલ સેક્રેટરી(જીએસ) તરીકે પ્રથમ ક્રમ શર્મા ભાવિક આર. અને રાણા દેવ એમ. ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. ચૂંટાયેલા વિદ્યાર્થીને શાળાનાં ટ્રસ્ટીશ્રી, શાળાનાં આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા અને તમામ શિક્ષકમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા .
ધોરણ 12 સમાન્ય પ્રવાહ નું પરિણામ
માર્ચ -2018માં ગુ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયલ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું શાળાનું પરિણામ 80.77% આવેલ છે. જે પૈકી 4 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. લાલવાલા કાજલ એમ. 750 માંથી 640 ગુણ સાથે શાળામાં પ્રથમ , ગાંધી રૂચિ જે. 750 માથી 634 ગુણ સાથે દ્વિતીય, રાણા પૂજા યુ. 750 માંથી 617 ગુણ સાથે તૃતીય ક્રમ અને જરીવાળા નિધિ એ. 750 માંથી 608 ગુણ સાથે ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે ઉપરાંત અમારી શાળામાં 20 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવેલ છે. તમામ વિદ્યાર્થીઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરનું ધોરણ-૧૦ નું પરિણામ
માર્ચ-2018 માં ગુ. મા./ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધો.-10 ની પરીક્ષામાં અમારી શાળામાં A1 ગ્રેડ 4 અને A2 ગ્રેડ 19 વિધ્યાર્થોઓએ મેળવેલ છે આ સાથે અમારી શાળાનું પરિણામ 89.27% આવેલ છે. જે પૈકી લાલવાલા વિનય એમ. અને દ્વિવેદી પ્રિયલબેન કે. આ બંને એ 600 માંથી 562 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. બોરોલે વિવેક એન. 600 માંથી 547 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે ચેવલી મોનિશ આર. 600 માંથી 545 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં ચતુર્થ ક્રમ પ્રાપ્ત કરેલ છે. તમામ વિધ્યાર્થોઓને અને સમગ્ર સ્ટાફને શાળાનાં પ્રમુખશ્રી નિર્મલભાઇ વખારિયા તથા આચાર્યા શ્રીમતી ડો. રીટાબેન એન. ફૂલવાળા અભિનંદન પાઠવે છે.
શેઠશ્રી પી. એચ. બચકાનીવાલા વિદ્યામંદિરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ
માર્ચ -2017માં ગુ.મા.ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું શાળાનું પરિણામ 80.77 છે. જેમાં સોલંકી ફેનિલ એ 700 માથી 647 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તેમજ NEET માં પણ તેને સફળતા મેળવેલ છે. પાટીલ શુભમ એ 650 માંથી 555 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. માંડવીવાલા પ્રિયા એ 650 માંથી 541 ગુણ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તમામ વિદ્યાર્થીઑને તથા વિજ્ઞાન પ્રવાહના સમગ્ર સ્ટાફને શાળાના પ્રમુખશ્રી નિર્મલભાઈ વખારિયા, આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન . ફૂલવાળા તથા સમગ્ર શાળા પ રિવાર અભિનંદન પાઠવે છે .
શેઠ શ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી
ખરવરનગર સ્થિત અમારી શાળામાં 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જીવદયા પ્રેમી શતીષભાઈ શાહ તરફથી મોટી સંખ્યામાં ચકલીઓ માટે કુત્રિમ માળા તથા ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલી જે માત્ર આપણાં ઘરોમાંજ માળા બનાવે છે પરંતુ બદલાતા સમય પ્રમાણે માળા બાંધવા તથા પાણી અને ચણની તકલીફમાં મદદરૂપ થવા માટે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલીઓને બચાવવા સહભાગી થવાની હાકલ કરી હતી
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સિનિયર શિક્ષકશ્રી પ્રવીણભાઈ જી.ચૌધરીએ કર્યું હતું શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન.ફૂલવાળાએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં “રાષ્ટ્રીય વિજ્ઞાનદિન”ની ઉજવણી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ડૉ.સી.વી.રામનની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાનદિનની ઉજવણી PACRના મુખ્ય ફેકલ્ટી શ્રી જયેશભાઇ દવે તથા શાળાના આચાર્યા ડૉ.રીટાબેન એન.ફૂલવાળાની અધ્યક્ષ સ્થાને થઈ હતી.જેમાં શ્રી જયેશભાઇ દવે એ ઊર્જા સંવધર્ન અને ઊર્જા જાળવણી અંગે રસપ્રદ પ્રવચન આપ્યું હતું તથા ઊર્જાસંરક્ષણ માટે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. વળી,રાષ્ટ્રીય વિજ્ઞાનદિન અંતર્ગત શહેરના જાણીતા ENT સર્જન ડૉ.પ્રયત્નકુમારનો શાળાના તમામ કર્મચારીઓ માટે ENT નિદાન કેમ્પ રાખ્યો હતો. જેમાં ડૉ.પ્રયત્નકુમારે અંત્યાધુનિક સાધનોની મદદથી શાળાના તમામ કર્મચારીઓની તપાસ કરીને જરૂરિયાત મુજબ સલાહ સૂચનો આપ્યા હતા.તથા આ તબક્કે શાળાના આચાર્યા ડૉ.રીટાબેન એન.ફૂલવાળા તથાસમગ્ર ટ્રસ્ટીમંડળે હોળી તથા સમગ્ર ટ્રસ્ટીમંડળ હોળી – ધૂળેટીના પર્વની શુભકામના પાઠવી હતી તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે અપીલ કરી હતી.
કાર્નિવલ…@ સોશિયલ નીડ્સ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ વસિષ્ઠ વિદ્યાલય, વાવ ખાતે સામાજીક જરૂરિયાતોને સંતોષવાના સંકલ્પથી‘ કાર્નિવલ…@ સોશિયલ નીડ્સ’વિષય પર તા.25/02/2018 ને રવિવારના આયોજનમાં ભાગ લીધો હતો આ કાર્નિવલમાં વિવિધ ઝોન જેવા કે સાયન્સ ઝોન,ગેમ ઝોન, કિડ્સ ઝોન,ફૂડઝોન, કોમ્પિટીશીન ઝોન,શો ઝોન તેમજ સેલ્સ ઝોનનું આયોજન થયું હતું. આ કાર્નિવલ પાછળનો મુખ્ય હેતુ શાળાનાં વિદ્યાર્થીઓ આ વિવિધ ઝોન પૈકી પસંદગીના ઝોનમાં ભાગ લઈ જે તે આર્થિક પ્રવૃતિ થકી મળેલ નફો આપણા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી NGO રૂપી માધ્યમથી મદદ પહોંચાડી માનવતા દાખવવાનો હતો. આ કાર્નિવલમાં અમારી શાળાનાં વિદ્યાર્થીઓ શાપરીયા કુશલ, જરીવાલા જેનિશ, ઘીવાલા વરુણ,લીલાવાળા રોમીલ,માવાપુરી કુશલ, ડુમાડિયા ધ્રુવ,ભટ્ટ મનન,કાપડિયા યશ,પાંચાલ આરૂષે ફૂડ ઝોનમાં ભાગ લઈ ફૂડ વેચાણ દ્વારા જે નફારૂપી આવક પ્રાપ્ત થાય તે NGO મારફતે બિનવારસી,અપંગ,બીમાર,મંદબુદ્ધિ જેવા ‘ દિવ્યાંગો ’ની સારસંભાળ કરનાર છ જેટલી સંસ્થાઓને દાન કરી એક ઉત્કૃષ્ટ સામાજીક કાર્યનું ઉદાહરણ અમારી શાળાના વિદ્યાર્થીઓ તેમજ કાર્નિવલની મુલાકાત લેનાર શિક્ષક શ્રીમતી કંચનબેન પટેલ, શ્રીમતી ડૉ. અલ્પાબેન ટંડેલ તેમજ શ્રીમતી અંજનાબેન રાજપૂતે પૂરું પાડ્યું હતું. આ કાર્નિવલ સંદર્ભે શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળાએ જરૂરી માર્ગદર્શન તેમજ પ્રેરણા પૂરી પાડી આવું સામાજીક કાર્ય કરવા માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા.
એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર શાળાની સિદ્ધિ
જીસીઇઆરટી-ગાંધીનગર, એસ્સાર ફાઉંડેશન પ્રેરીત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર-2018 નું આયોજન તા. 08-02-2018 અને 09-02-2018 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભેસ્તાન ખાતે થયુ હતું . જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કુલ 55 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં શાળાના આચાર્યા ડૉ. રીટાબેન ફૂલવાળાના માર્ગદર્શન હેઠળ શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિર ના મા. વિભાગના શિક્ષિકા શ્રીમતિ મમતાબેન અગ્રવાલ એ ગણિત વિષયમાં તથા શ્રી પ્રતિકભાઇ ત્રિવેદીએ સંસ્કૃત વિષયમાં ભાગ લીધો હતો.
પ્રસ્તુત સ્પર્ધામાં શ્રી પ્રતિકભાઇ ત્રિવેદીએ “સંસ્કૃત: જ્ઞાનની સરિતા” વિષય પર સંસ્કૃતને લગતી વિવિધ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, પ્રોજેકટો, મૉડેલ રજૂ કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને વિજાપુર મુકામે “લેખનકાર્યશાળામાં” 2 દિવસ માટે પસંદગી પામેલ છે. તા. 26-02-2018 થી 01-03-2018 સુધી પોરબંદર મુકામે રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લઈ શાળાનું તેમજ સુરત જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.
બચકાણીવાળા શાળાની સિદ્ધિ
ખરવરનગર સ્થિત શેઠ શ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજીત ‘ સુપર સ્પીકર સ્પર્ધા ‘ અને ‘ સાંસ્કૃતિક સ્પર્ધાઓ ’ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં ધો-11-A ની વિદ્યાર્થિની પટેલ ધ્રુવી એલ.- પ્રથમ , વાદ્યવાદન – વાંસળીની સ્પર્ધામાં 11-sci નો વિદ્યાર્થી પાનવાલા કર્ષ ડી. -પ્રથમ, સિંગિંગ સ્પર્ધામાં ધો- 11-B ની વિદ્યાર્થિની ભગત ધરા કે. અને ધો-9-D નો વિદ્યાર્થી દાણેજ દિશાંત આર.- આશ્વાસન ઈનામ તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ધો-9-D ની વિદ્યાર્થિની પટેલ હની એચ. એ આશ્વાસન ઈનામ પ્રાપ્ત કર્યું છે. આ સમગ્ર સ્પર્ધાઓનું માર્ગદર્શન અમારી શાળાના શિક્ષકમિત્રોએ આપ્યું હતું. આ સર્વે વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળાએ અભિનંદન પાઠવ્યા હતા.
શેઠશ્રી પી.એચ.બચકાણીવાળા વિદ્યામંદિરમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
તા. 21-02-2018 બુધવાર “ વિશ્વ માતૃભાષા દિન ” ની ઉજવણીના ભાગરૂપે અમારી ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં જુદી જુદી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ભાષાનો મહિમા વર્ણવતા ગીતો , કાવ્યો તથા વક્તવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે સભાનતા આવે તથા માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજે તથા ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી અમારી શાળામાં આ સુંદર આયોજન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સિનિયર ભાષા શિક્ષિકા શ્રીમતી કંચનબેન પટેલે ભાષાશુદ્ધિ , ઉચ્ચાર , લેખન તથા જોડણી પરત્વે સભાન થવા હાકલ કરી હતી. શાળાના શિક્ષક શ્રી પ્રવિણભાઈ ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા તથા શિક્ષક્ગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
શેઠશ્રી પી.એચ.બચકાનીવાળા વિદ્યામંદિર શાળાની સિદ્ધિ
એનટીપીસી લિમિટેડ ઝનોર અને QCFI- વડોદરા દ્વારા 13મું રાજ્યકક્ષાનું વાર્ષિક અધિવેશનનું આયોજન ભરૂચના ઝનોરની બાલ ભારતી પબ્લિક સ્કુલ ખાતે થયું હતું. તેમાં અમારી શાળા શેઠશ્રી પી.એચ.બચકાનીવાળા વિદ્યામંદિરના 30 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની આંતરિક શકિતઓને ધ્યાનમાં રાખી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રસ્તુત કન્વેશનમાં વિવિધ સ્પર્ધાઓમાં “ ગુણવત્તા સંકલ્પનાના માધ્યમથી સુધાર,પ્રદર્શન અને પરિવર્તન ” વિષય પર કેન્દ્રીકરણ થયું હતું. આ ક્ન્વેન્શનમાં વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતભરની શાળાઓમાંથી 300 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં કેસસ્ટડી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. કોલાજમાં દ્વિતીય,પોસ્ટર એન્ડ સ્લોગન સ્પર્ધામાં પ્રથમ,સોલો સોંગમાં પ્રથમ, ગૃપસોંગમાં પ્રથમ,ગૃપ ડાન્સમાં તૃતીય ક્રમ તેમજ વકતૃત્વ સ્પર્ધા અને ડિબેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાને તેમજ શાળાને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. ઉપરોક્ત વિવિધ સ્પર્ધાઓ માટે શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા તેમજ સ્પર્ધાના ઇન્ચાર્જ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન થકી જ અમારી ગગનરૂપી શાળાના તેજસ્વી તારલાઓ ચમકી ઝળહળતી સફળતા મેળવી છે. આ વિજેતા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રીઓ,આચાર્યાશ્રી અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રેરણા પૂરી પાડી હતી.
વાર્ષિક મહોત્સવ
તા: ૧૨/૦૧/૧૮ ને શુક્રવારના રોજ વાર્ષિક મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં વિવિધ પ્રદેશોના પ્રદેશિક નૃત્યથી લઈ દેશભક્તિ ગીત, સ્પેનિશ ડાન્સ તેમજ યોગા જેવી નયનરમ્ય અભિવ્યક્તિ દ્વારા કૃતિઓની રમજટ માણી હતી. વાર્ષિક મહોત્સવમાં શાળાના પૂર્વ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને મનમોહક અદામાં રજૂ કરી શાળા સંલગ્ન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ, ટ્રસ્ટીઓ, તેમજ વાલીઓને થનગનાટ થાય એવી અનુભૂતિ કરાવી હતી. આ ઉપરાંત શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી ડૉ.અલ્પાબેન ડી. ટંડેલને પી.એચ.ડી. ની પદવી મેળવવા બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા, પ્રમુખશ્રી નિર્મલભાઇ વખારીયા સાહેબ તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવાર વતી ભવ્ય ભાવમયી સન્માન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાએ બચકાણીવાળા શાળાની સિદ્ધિ
પાંચમું રાષ્ટ્રીય વિદ્યાર્થી ગુણવત્તા શૈક્ષણિક અધિવેશન 5thNCSQCC તારીખ ૪ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન સોર્વેન સ્કૂલ, ન્યુ દિલ્હી મુકામે યોજાયું હતું. જેમાં ભારતભરની શાળાઓમાંથી ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ગુણવત્તા આધારિત અધિવેશનમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે કેસસ્ટડી, ડિબેટ, કોલાજ,પોસ્ટર એન્ડ સ્લોગન, નુકકડનાટક, કલ્ચરલ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે પૈકી કોલાજ સ્પર્ધામાં તાણાવાલા ઉદિત એમ (9-C) અને ગાયકવાડ રીયા પી (9-A) રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. કેસસ્ટડી સ્પર્ધામાં પટેલ જય ડી (10-D), બોરોલે વિનય એમ (10-B), પરમાર કૃતાર્થ એચ (9-C), ચૌહાણ હર્ષિલ એસ (10-B),ચૌહાણ રીમજીમ એસ (9-B), વાઈવાલા કુશલ ડી (9-A) એ તેમજ ડિબેટ સ્પર્ધામાં માળી ઝીલ કે (12-sci) અને રૂઘનાથવાળા દેવાંશી ડી (12-sci) એ ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. તમામ સ્પર્ધાઓ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ આપ્યું હતું. શાળાના શિક્ષકો શ્રી મયૂરસિંહ જે આડમાર, શ્રીમતી મમતાબેન એમ. અગ્રવાલ, શ્રીમતી અનુજ્ઞાબેન ઘડિયાળીએ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ દેખાવ માટે જહેમત ઉઠાવી હતી. વિજેતા તારલાઓને શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળા તથા ટ્રસ્ટીગણ અને શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિર શાળાનું ગૌરવ
ખરવરનગર સ્થિત શેઠશ્રી પી. એચ. બચકાણીવાળા વિદ્યામંદિરના ઉ. મા. વિભાગના અર્થશાસ્ત્ર વિષયના શિક્ષિકા શ્રીમતી અલ્પાબેન ડાહ્યાભાઇ ટંડેલે વી. ટી. ચોક્સી કોલેજ ઓફ એજ્યુકેશન ના પ્રિન્સિપાલ ડૉ. વિનોદભાઇ જી. પટેલ ના માર્ગદર્શન હેઠળ “ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અર્થશાસ્ત્ર વિષયમાં નાણું અને બેંકિંગ એકમ પર સ્વાધ્યાય તેમજ કમ્પ્યુટર સહાયિત અધ્યયન કાર્યક્રમ ની રચના અને અજમાયશ” વિષય પર સંશોધન કર્યું હતું. જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ. ડી. ની પદવી એનાયત કરી છે.
શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન. ફૂલવાળા, પ્રમુખશ્રી નિર્મળભાઈ વખારિયા, ટ્રસ્ટીશ્રીઑ તથા શાળા પરિવાર તરફથી શ્રીમતી ડૉ.અલ્પાબેન ડી. ટંડેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
બચકાણીવાળા વિદ્યામંદિરની રમત ગમત ક્ષેત્રે સિધ્ધી
ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રાજય કક્ષાની અંડર-૧૯ ભાઈઓની ટીમે સોમનાથ ખાતે તેમજ અંડર ૧૭ ભાઇઓની ટીમે ભાવનગર ખાતે તથા અંડર ૧૪ ભાઈઓની ટીમે આણંદ ખાતે બોલબેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ ઊત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.જેમાંથી એક વિદ્યાર્થી નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે. જે બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાળાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઈ આહિરે તેમને માર્ગદર્શન પુરુ પાડયું હતું.