લખનૌ મુકામે યોજાએલ આંતરરાષ્ટ્રીય સંમેલન માં શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિધ્યામંદિર ક્વાલિટી સર્કલે સમગ્ર વિશ્વ માં દ્વિતીય ક્રમ મેળવી ડેમિંગ એવાર્ડ પ્રાપ્ત કર્યો.
વર્ષ 2019 માં લખનૌ મુકામે 22nd “International Convention on student’s Quality circle”Convention 27 થી 30 નવેમ્બર સુધી યોજાએલ હતો . જેમાં કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, ડિબેટ , નુક્કડ નાટક , પેપર પ્રેઝન્ટેશન, ક્વિઝ , પોસ્ટર એન્ડ સ્લોગન મેકીગ સ્પર્ધા , સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ જેવી વિવિધ સ્પર્ધાઑમાં વિશ્વ ના અન્ય દેશો માથી આવેલ 106 ટીમ તથા ભારતની 52 ટીમોએ ભાગ લીધો હતો .જેમાં શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિધ્યામંદિર ક્વાલિટી સર્કલે સ્ટ્રીમ A8 વિભાગ માં “પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ “ વિષય પર ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી . જેના નિર્ણાયક તરીકે હાલોલ ના કલરવ શાળા ના આચાર્ય શ્રીમતિ કલ્પના જોશિપુરા અને પધાર્યા હતા
જેમણે ગુજરાતી માધ્યમ ના વિધ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆત , સંશોધન અને નવતર પ્રયોગના અને ક્વોલિટી સર્કલમાં ઉપયોગ કરેલા વિવિધ ટૂલ્સ ની પદ્ધતિસરની ગોઠવણી ના ભારોભાર વખાણ કર્યા હતા .સમગ્ર 158 ટીમોમાથી શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિધ્યામંદિર ક્વાલિટી સર્કલે સમગ્ર વિશ્વ માં દ્વિતીય ક્રમ મેળવી ડેમિંગ એવાર્ડ પ્રાપ્ત કર્યો હતો.
શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાનીવાળા વિધ્યામંદિર ક્વાલિટી સર્કલે 2013, 2015 અને 2019 માં આંતરરાષ્ટ્રીય કક્ષા ના સંમેલન માં ભાગ લઇ સતત ત્રણ વર્ષ થી દ્વિતીય ક્રમ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી છે બચકાનીવાળા વિધ્યામંદિર નું નામ રોશન કર્યું છે. તે બદલ બચકાનીવાળા વિધ્યામંદિર શાળા પરિવારે , શાળાના આચાર્ય શ્રીમતી લીનાબેન ગોસ્વામિ અને સુપરવાઇઝર શ્રીમતી રસિલાબેન પટેલ એ બચકાનીવાળા વિધ્યામંદિર “પ્રયાસ” કવોલીટી સર્કલ ના સભ્યો અને વિધ્યાર્થીઑ તીર્થ પટેલ , આર્યન મુન્ત્ઝર, ધ્રુવ પટેલ, પ્રિયા પટેલ, ખુશી રૂપાવાળા, સ્મિતલ પાલવવાળા તથા શિક્ષિકા શ્રીમતિ ધર્મીશા ખંભાતી અને શ્રીમતી ઉર્વીશા પારેખ ને અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી સફળતા મેળવતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 2011 થી રાજ્ય , રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા એ અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી કવોલીટી સર્કલની ચળવળ માં એક અનેરી છાપ ઊભી કરવામાં બચકાનીવાળા વિધ્યામંદિર સફળ બની છે . કવોલીટી સર્કલ એ બચકાનીવાળા વિધ્યામંદિરની એક આગવી વિશિષ્ટ્તા છે.