0261-2332718 ssphb_school@yahoo.co.in

“જીમ્નાસ્ટીક ક્ષેત્રે સિદ્ધિ”

            તા.28/11/2024 ના રોજ S.G.F.I રાજ્યકક્ષાની “ એક્રોબેટીક જીમ્નાસ્ટીક” સ્પર્ધા રાજપીપળા ખાતે યોજાઇ હતી. જેમાં અમારી શાળા ની વિદ્યાર્થીની ભગત ગાયત્રી એસ. એ પ્રથમક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. શાળાની  આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીઓ એજ્યુકેશનલ ડિરેકટર શ્રીમતી ડૉ. રીટાબેન ફૂલવાળા તથા સુપરવાઇઝર શ્રીમતી હેમલતાબેન જે. દોડીયાએ અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

બૉલ બેડમિંટન

ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ  બચકાણીવાલા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શાળાકીય અંડર-૧૯ ભાઇઓની ટીમે તપોવન સંસ્કાર કેન્દ્ર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ‘બૉલ બેડમિંટન’  સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરેલ છે જે બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફુલવાલા તથા ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહિર દ્ધારા આ રમતનું માર્ગદર્શન પૂરું પાડેલ છે.

‘ સેપક-ટકરાવ ’

ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શાળાકીય અંડર-૧૯ ભાઇઓની ટીમે ઉમતા તા॰ વીસનગર જિ.મહેસાણા  ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ‘ સેપક-ટકરાવ ’ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરેલ છે જે બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફુલવાલા તથા ટ્રસ્ટીશ્રીઓએ  અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહિર દ્ધારા આ રમતનું માર્ગદર્શન પૂરું પાડેલ છે.

રસ્સાખેંચ સ્પર્ધામાં સિદ્ધિ

ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ “અઠવાઝોન” કક્ષાની ખેલમહાકુંભની સ્પર્ધા જીવનભારતી સ્કૂલ નાનપુરા ખાતે રસ્સાખેંચ U-17 ભાઇઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અમારી ઉપરોક્ત શાળા જીવનભારતી હાઈસ્કૂલને પરાજય આપી ચેમ્પિયન થઈ હતી. જે બદલ શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન ફૂલવાળા તથા ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહીરે આ રમતનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વોલીબોલ રમતમાં શાળાની સિદ્ધિ

શાળાકીય ઉધનાઝોન કક્ષાની U-19 વોલીબોલ ભાઇઓની સ્પર્ધા એમ. પી. લીલીયાવાળા સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં કુલ 22 ટીમે ભાગ લીધો હતો. જેમાં જીવન વિકાસ અંગ્રેજી સ્કૂલને પરાજય આપી ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ચેમ્પિયન રહી હતી.

શાળાના આચાર્યા શ્રીમતી ડૉ. રીટાબેન એન ફૂલવાળા તથા ટ્રસ્ટી મંડળે  ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ રમતનું માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષકશ્રી દિપકભાઇ આહિરે પૂરું પાડ્યું હતું.